સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

ગીર ગઢડાના ધોકડવામાં અબોલ પશુઓ પર એસિડ એટેક :સાતેક પશુઓ પર એસિડ ફેંકાતા લોકોમાં રોષ : ઉગ્ર આંદોલનની ચીમકી

તંત્રને અનેક વાર રજુઆત કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપ

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે અબોલ પશુઓ પર એસિડ અટેક કરવામાં આવ્યો છે. અંદાજે સાતેક જેટલા પશુઓ પર એસિડ ફેંકી ઘાયલ કરવામાં આવ્યા છે. જેને લઈને પશુપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

 પશુઓ પર એસિડ અટેકની ઘટના અવારનવાર બની રહી છે જેને લઈને અનેક વાર તંત્રને રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જેના લીધે પશુઓ પર એસિડ હુમલો કરતી ગેંગ વધુ સક્રિય બની છે.તેવા આક્ષેપ થઇ રહ્યાં છે ત્યારે મુરલીધર આહીર યુવા સંગઠન દ્વારા જો હવે પછીથી તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

(8:40 pm IST)