ઉપલેટામાં એસ.ઓ.જીનો દરોડોઃ ૩૯૦ ગ્રામ ગાંજા સાથે જમીર બાદશાહ પકડાયો
રાજકોટઃ રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર એચ.જી.પલ્લાચર્યા તથા હેડ.કોન્સ વિજયભાઇ ચાવડા તથા સંજયભાઇ નીરંજની તથા જયવિરસિંહ રાણા તથા ધર્મેન્દ્રભાઇ ચાવડા તથા ઉપેન્દ્રસિંહ જાડેજા તથા હિતેષભાઇ અગ્રાવત તથા કોન્સ રણજીતભાઇ ધાધલ તથા વિજયગીરી ગૌસ્વામી તથા મયુરભાઇ વિરડા તથા દિલીપસિંહ જાડેજા સહિતના પેટ્રોલીગમાં હતા ત્યારે હેડ.કોન્સ સંજયભાઇ નિરંજની તથા વિજયભાઇ ચાવડાને મળેલ બાતમીના આધારે ઉપલેટા સ્મશાન રોડ, રામગઢ પાસે રહેતા જમીર હુશેનભાઇ બાદશાહ (ઉ.૨૨)(ફકીર)( રહે. સ્મશાન રોડ, રામગઢ, ઉપલેટા)ના રહેણાંક મકાને રેઇડ કરતા બિન-અધિકૃત માદક ગાંજાનો જથ્થો કુલ ૩૯૦ ગ્રામ જેની કિ.રૂ.૨,૭૩૦નો મુદામાલ મળી આવતા મુદામાલ કબ્જે કરી જમીન બાદશાહની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.