સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

સહકાર સપ્તાહ ઉજવણીના સમાપન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પરિસંવાદ : પુરૂષોત્તમભાઇ રૂપાલા, દિલીપભાઇ સંઘાણી તથા સહકારી આગેવાનો ઉપસ્થિત રહેશે : વડીલ વંદના કાર્યક્રમ

રાજુલા તા.૧૯ : અમરેલી ખાતે અમરડેરીના વિશાળ મેદાનમાં સહકાર સપ્તાહ ઉજવણી ચાલી રહ્યુ છે. રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય સહકાર સપ્તાહ અન્વયે આવતીકાલે તા.૨૦મીએ દેશભરના સહકારીક્ષેત્રના માંધાતા દિલીપભાઇ સંઘાણી અને કેન્દ્રીયકૃષિમંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા અને તેની સહકારી ટીમે સહકાર પરિસંવાદનુ આયોજન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને કરેલ.

આ સહકાર સપ્તાહનું આયોજન આયોજકોએ શુભ હેતુથી રાખ્યુ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાના હેતુથી કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા અને રાષ્ટ્રીય સહકારી આગેવાન નાફસ્કોબના ચેરમેન ઇફકોના વાઇસ ચેરમેન દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન તળે જિલ્લાના સહકાર પરિવાર દ્વારા સહકાર સલાહના સમાપન પ્રસંગે સહકાર પરિસંવાદનુ આયોજન કરેલ છે.

વિશ્વશાંતિના પ્રણેતા સત્યના હિમાયતી, સ્વદેશી ઉપાસક ગુજરાતના સત પુરૂષ પૂ.ગાંધીબાપુની ૧૫૦મી જન્મજયંતી ભારત સહિત સમગ્ર વિશ્વ ઉજવી રહ્યુ છે ત્યારે સરદારપટેલના શ્વેત ક્રાંતીથી ગ્રામોચ્યાનના મંત્ર સાથે પશુપાલકોને રોજગારી આપવા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ દેશવાસીઓને સૌનો સાથ સૌનો વિકાસમંત્ર આપીને ગાંધી વંદના કરી છે. આ ગૌરવવંતી ગાથામાં સહકારીક્ષેત્ર સામેલ થવા જઇ રહેલ છે. તેમ સહકારી આગેવાનોએ જણાવેલ છે.

આ કાર્યક્રમમાં જિલ્લાનીતમામ સેવા સહકારી મંડળીઓ દુધ મંડળીઓ ક્રેડીટ સોસાયટીઓ, મહિલા સહકારી મંડળીઓ, નાગરીક બેંકો, જિલ્લાભરના તમામ માર્કેટીંગ યાર્ડ, તાલુકા સહકારી સંઘો, મતસ્ય ઉછેર મંડળીઓ, વણકર મંડળીઓ, વ્યવસ્થાપક કમીટી સાથે હાજર રહેશે. અમરેલી ખાતે યોજાઇ રહેલા આ કાર્યક્રમમાં સહકારીક્ષેત્રે લાંબા સમયથી સેવાનુ યોગદાન આપનાર સહકારી અગ્રણીઓને તેમજ વરીષ્ઠ સહકારી આગેવાનોની વડીલ વંદના સન્માન કરવામાં આવશે.કાર્યક્રમનું સંકલન કૃષિ અને ગ્રામવિકાસ પરિષદ દ્વારા કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશના સહકારીક્ષેત્રના માંધાતાઓ પહેલીવાર જ અમરેલી મુકામે એક મંચ ઉપર બિરાજમાન થશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને તા.૨૦મીએ સવારના ૧૦ કલાકે અમર ડેરીના નવા પ્લાન્ટ પટાંગણમાં યોજાઇ રહેલા આ સહકાર પરિસંવાદ કાર્યક્રમમાં ડો.ચંદ્રપાસિંહ યાદવ, ડો.બિજેન્દ્રસિંઘ, જયેશભાઇ રાદડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), જયોતીન્દ્રભાઇ મહેતા (મામા) ડો.યુ.એસ.અવસ્થી, ડો.સુનિલ કુમાર, નારણભાઇ કાછડીયા, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે સતીષ મરાડે, અજયભાઇ પટેલ, ઘનશ્યામભાઇ અમીન, વાઘજીભાઇ બોડા, યોગેન્દ્રકુમાર, જેઠાભાઇ ભરવાડ, બી.સુબ્રમણ્યમ, ગોવિંદભાઇ પરમાર, પ્રદિપસિંહ વાઘેલા, ડો.ઋત્વીજ પટેલ, હિરેન હિરપરા જેવા મોટા ગજાના આગેવાનો રહેશે.

(1:07 pm IST)