સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

કાલે વિજયભાઇ રૂપાણી અમરેલીમાં

સહકાર સપ્તાહ પરિસંવાદમાં ઉપસ્થિત રહેશે

અમરેલી, તા. ૧૯ : અમરેલી જિલ્લાની ચારેય ટોચની સહકારી સંસ્થાઓ દ્વારા સહકાર સપ્તાહની ઉજવણી નિમિતે અમર ડેરી ખાતે કાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, કેન્દ્રીયમંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા અને ટોચના સહકારી આગેવાન શ્રી દિલીપભાઇ સંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનિષભાઇ સંઘાણી અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા દ્વારા સરકારની નવી યોજનાઓનું સહકારી સંસ્થાઓ દ્વારા અમલીકરણ વિષયક સેમિનારના સમાપન વેળાએ કાર્યક્રમમાં શ્રી રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમ દિપાવશે તે માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે.  તેમ સહકારી સૂત્રોએ જણાવ્યું છે.

(1:06 pm IST)