સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

જૂનાગઢ પાસે ટ્રાન્સપોર્ટના ત્રણ ગોડાઉનની રૂ.ર૧.૮૯ લાખની ચોરીમાં ટ્રકની શોધખોળ

જૂનાગઢ તા. ૧૯ : જાુનાગઢ પાસે ટ્રાન્સપોર્ટના ત્રણ ગોડાઉનમાંથી થયેલ રૂ.ર૧.૮૯  લાખના મુદામાલની ચોરીમાં પોલીસ ટ્રકની શોધખોળ હાથ ધરેલ છ.ે

સાબલપુર ગામ પાસ ેઆવેલ ટ્રાન્સપોર્ટના ત્રણ ગોડાઉનમાં રવિવારની રાતથી સોમવારની રાત દરમ્યાન તસ્કરો ખાબકયા હતા.

ટ્રક સાથે આવેલા તસ્કરો રફીકભાઇ ગુલામકાદર બ્લોચના ગોડાઉનમાંથી રૂ.૧૧.૮ર લાખના અલગ-અલગ વસ્તુઓના પર્સલો તેમજ રજનીકાંત વેકરીયાના ગોડાઉનમાંથી રૂ.૭ લાખની વસ્તુઓ અને મનોજભાઇ ઠકરારની ગોડાઉનમાંથી રૂ.૩.૦૪ લાખની કિંમતની જુદી જુદી વસ્તુના પાર્સલ મળી કુલ રૂ. ર૧ લાખ ૮૯ હજાર ૬૧૧નો મુદામાલ ચોરીને નાસી ગયા હતા.

ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ  હતી જેમાં ટ્રક આવતો જતા જોવા મળ્યો હતો.

સોપારી, બેરીંગ, કાપડ, ચોકલેટ, તમાકુ સહિતના પાર્સલો ટ્રકમાં ઉઠાવી જઇ તસ્કરોએ પડકાર ફેંકયો હતો.

આ અંગેની જાણ થતા તાલુકા પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સીસીટીવી કુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

એસ.પી. સૌરભસિંઘની સુચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાચ્ના ઇન્ચાર્જ પી.આઇ. આર.કે. ગોહિલ, એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ જે. એમ.વાળા, તાલુકાના ઇન્ચાર્જ પીએસઆઇ બી.એમ. વાઘમશીએ તપાસ હાથ ધરીને ટ્રક અને તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસે ડોગ અને ફોરન્સ સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતો ની મદદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છ.ે

(1:05 pm IST)