સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

દામનગરને બ્યુટીફીકેશન માટે રૂ. બે કરોડની ગ્રાન્ડ મળતા વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાયું

દામનગર,તા.૧૯: દામનગર નગરપાલિકાને શહેરી વિકાસ વિભાગ તરફથી બે કરોડની બ્યુટીફીકેશનની ગ્રાન્ટ મળતા  વિકાસ કાર્યોના ખાત મહુર્ત પાલિકા પ્રમુખ હરેશભાઇ પરમાર ચીફ ઓફિસર બી સી ત્રિવેદી સહિત ના અગ્રણીઓ સદસ્ય ઓ નિકુલભાઈ રાવળ અતુલભાઈ ગોહિલ રાજુભાઇ નરોડીયા ભાવેશભાઈ ખખ્ખર હિમતભાઈ આલગિયા નજમાબેન ધીરૂભાઇ નારોલા દર્શનાબેન ત્રિવેદી માર્કેર્ટયાર્ડના ભગવાનભાઈ નારોલા વેપારી અગ્રણી દિલીપભાઈ અજમેરા સુરેશભાઈ અજમેરા વીરેન્દ્રભાઈ પારેખ ભરતભાઈ રાવળ ઇકબાલભાઈ ડેરૈયા હારૂનભાઈ ડેરૈયા બાવદિનભાઈ ચુડાસમા પાલિકાના તમામ કર્મચારી સદસ્યો સહિત અનેકો શહેરીજનોની ઉપસ્થિતિમાં સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્યમાં વિવિધ વિકાસ કાર્યોનું વિધિવત ખાતમહુર્ત કરાયું હતું

દામનગર શહેરની નગરપાલિકાને શહેરી વિકાસ વિભાગની બે કરોડની બ્યુટીફીકેશનની ગ્રાન્ટ મળતા દામનગર શહેરના નયનરમ્ય સ્થળ સ્વયંભૂ પ્રગટ કુંભનાથ મહાદેવ મંદિર ખાતે રિવરફન્ટ બાગ ઉધાન લાઈટીંગ બાળકીંડાગણ સહિત સુવિધા માટે ફાળવેલ રૂપિયા બે કરોડના વિકાસ કામો નું ખાતમહુર્તપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સદસ્યો સહિતના અગ્રણીએ કર્યું હતું.

દામનગર માર્કેટયાર્ડના પ્રમુખ શહેર ભરના વેપારી અગ્રણીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સહિત ઉપસ્થિત રહ્યા હતા શહેરી વિકાસ ખાતા દ્વારા દામનગર વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરતા શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

(11:58 am IST)