સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

ગોંડલ યાર્ડમાં લાલધુમ મરચાની આવક શરૃઃ એક મણનો ભાવ રૂ.૨૮૦૦થી ૩૧૫૦ ગત વર્ષ કરતા દોઢો ભાવ

ગોંડલ તા.૧૯: દેશ વિદેશ માં પ્રખ્યાત ગોંડલ નાં મરચાં ની આવક માર્કેટ યાડઁ માં શરું થવાં પામી છે.આજે પ્રથમ દિવસે ૪૫૦ ભારી ની આવક થઇ હતી.અને ગતવષઁ નાં પ્રમાણ માં ખેડુતો ને દોઢા ભાવ ઉપજયા હતાં.આન્ધ્ર માં પાકતું કાશ્મીરી મરચાં ની આવક પણ શરું થઇ છે.ગોંડલ પંથક માં પ્રાયોગીક રીતે કાશ્મીરી મરચાં નું વાવેતર કરાયું હતું જેમાં સફળતા મળી છે.

ગોંડલ ની આગવી ઓળખ બનેલાં અને ગોંડલીયા મરચાં તરીકે દેશ વિદેશ માં પ્રખ્યાત મરચાં ની આવક માર્કેટ યાડઁ માં શરું થતાં આજે હરરાજી થવાં પામી હતી.સામાન્યપણે બે થી અઢી મણ ની એક ભારી બનતી હોય છે.ત્યારે આજે પ્રથમ દિવસે ૪૫૦ ભારી ની હરરાજી થઇ હતી.જેમાં ૨૦ કિલો એટલે કે એક મણ નો ભાવ રુ.૨૮૦૧ થી રુ.૩૧૫૧ રહેવાં પામ્યો હતો.ગત વર્ષે રુ.૧૮૦૦ થી રુ.૨૦૦૦ જેવો ભાવ રહ્યો હોય ખેડુતોને દોઢો મુનાફો થવાં પામ્યો છે.

મરચાં ની શરુઆત ની આવકમાં ૭૦૨,૭૩૫,રેવા,શાનિયા તરીકે ઓળખાતાં મરચાં ની આવક થવાં પામી છે.

ખેત ઉત્પાદન માટે ગોંડલ પંથક સૌરાષ્ટ્ર માં અવલ્લ ગણાય છે ત્યારે ગોંડલ પંથકમાં કાશ્મીરી મરચાં નાં વાવેતર નો પ્રયોગ સફળ રહ્યો હોય તેમ કાશ્મીરી મરચાં નો પાક પણ નોંધનીય થવાં પામ્યો છે.કાશ્મીરી મોરચાનું ઉત્પાદન દેશ માં માત્ર આંધ્ર પ્રદેશ માં થાયછે.આંધ્ર નું ગટું કાશ્મીરી મરચાં નું મોટું માર્કેટ ધરાવે છે.

ગોંડલ યાડઁ નાં લેબોરેટરી ઇન્ચાર્જ પ્રદીપ કાલરીયા એ આંધ્ર નાં પ્રવાસ બાદ મરચાં નાં વાવેતરને અનુકુળ ગોંડલ પંથકમાં કાશ્મીરી મરચાં નાં વાવેતર નો પ્રયોગ કર્યો.તેમણે પચાસ જેટલાં ખેડુતોને કાશ્મીરી મરચાં નાં વાવેતર માટે તૈયાર કર્યા અને વાવેતર નો પ્રયોગ સફળ રહ્યો.આજે કાશ્મીરી મરચાં ની આવક પણ થવાં પામી હતી.

હાલ શરું થયેલ મરચાં ની નિકાસ રાજસ્થાન સહીત રાજ્યો માં થાય છે.સ્વાદ માં તિખાસ ધરાવતું આ મરચું નમકીન ઉધોગ માં ઉપયોગી બને છે.જ્યારે આગવી ઓળખ બનેલાં ઘોલર અને રેશમ પટ્ટો મરચાં જે અથાણાં સહીત ગૃહીણીઓ નાં ખાસ્સાં માનીતા છે તેની આવક માચઁ મહીનામાં થાયછે.લોકો રોજીંદા વપરાશ માટે ઘોલર કે પટ્ટો મરચું ખરીદી વાર્ષીક સંગ્રહ કરતાં હોય છે.આમ આજથી શરું થયેલ મરચાં ની આવક છેક માચઁ મહીના નાં અંત સુધી યથાવત રહેતી હોય છે.

મરચાં ની સીઝન શરું થતાં માર્કેટ યાડઁ નાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથાં કનકસિંહ જાડેજા એ જણાવ્યું કે ખેડૂતો એ મરચાં નાં સારા ભાવ મેળવવાં,ઉપરાંત બજારધારા નો લાભ અને ખુલ્લી હરરાજી થી માલ નાં વેંચાણ નો ફાયદો મેળવવાં વેંચાણ માટે યાડઁ નો આગ્રહ રાખવો જોઈએ તેમણે કહ્યું કે ખેડૂતો એ મરચાં નું વેચાણ ગ્રામ્ય વિસ્તારમાં ન કરતાં ગ્રેડીંગ કરી સુકવી માર્કેટ યાડઁ માં વેંચાણ કરવાં અપીલ કરીછે .

(11:55 am IST)