સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

કોટડાસાંગાણી તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો જાહેર

કોટડાસાંગાણી :  કોટડાસાંગાણી તાલુકા ભાજપના હોદ્દેદારો નામ લાંબા સમયના વીરામબાદ જાહેર કરાયા હતા અને પ્રમુખ પદે સિંધવને રીપીટ કરાયા છે. ઙ્ગતાલુકા ભાજપની ટીમને જાહેર કરવામાં ભાજપ દ્રારા કયાંક જાણી જોઈને વિલંબ કરાયો હોઈ તેમ લાગી રહ્યુ છે રાજકોટ જીલ્લાના તાલુકાઓમા તાજેતરમાંજ પ્રમુખ અને મહામંત્રીઓના નામ જાહેર કરાયા હતા.પરંતુ તેમા કોટડાસાંગાણી તાલુકામા કોકડુ ગુંચવાતા બાકાત રખાયો હતો. કોટડાસાંગાણીમા પ્રમુખ પદે અરવિંદભાઈ  સંધવ ધીરુભાઈ કોરાટઙ્ગરવિરાજસિંહ જાડેજા વિનુભાઈ ઠુંમ્મરઙ્ગજસમતભાઈ સાંગાણી સંજયભાઈ ગોસ્વામીએ પ્રમુખ પદે દાવેદારી નોંધાવી હતી. પરંતુ અનેક અટકળો બાદ દત્ત્। મંદિર ખાતે ભરત બોદ્યરા દ્રારા આખરે નામ જાહેર કરાયા હતા જેમા પ્રમુખ પદે અરવિંદભાઈ સિંધવને રીપીટ કરાયા હતા. જયારે મહામંત્રી તરીકે રવિરાજસીંહ જાડેજા અને શૈલેષભાઈ વદ્યાસીયાની નીમણુક કરાતા પાર્ટીના કાર્યકરોએ આવકાર્યા હતા.ઙ્ગતે પ્રસંગની તસ્વીર.(તસ્વીર : કલ્પેશ જાદવ)

(11:53 am IST)