સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

પિતાએ મોબાઇલ લેવાની ના પાડતાં અર્જૂન ઝેરી દવા પી ગયોઃ ગંભીર

પડધરીના બાઘીમાં રહેતો મુળ એમપીનો યુવાન રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૯: પડધરીના બાઘી ગામે ભાવેશભાઇની વાડીમાં પરિવારજનો સાથે રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના અર્જૂન અશોકભાઇ કવચા (ઉ.૧૭) નામના યુવાને કપાસમાં છાંટવાની દવા પી લેતાં પડધરી સારવાર અપાવી ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

અર્જૂન ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો છે. તેને નવો મોબાઇલ ફોન લેવો હોઇ પિતાએ હાલમાં પૈસા ન હોવાથી ના પાડતાં માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

(11:48 am IST)