સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

કાલાવડ પંથકના શખ્સને પોકસો હેઠળ આજીવન કેદની સજા

ખંઢેરા ગામના દોષિતને રપ હજારનો દંડ પણ ફટકાર્યો

જામનગર : તા. ૧૯ :. જામનગર જિલ્લામાં પોકસો એકટ હેઠળ દોષિતને આજીવન કેદની સજા ફટકારાઇ છે સાથે ૨૫ હજારનો દંડ કરવા કોર્ટે હુકમ કર્યો છે આરોપી મુન્નાભાઈ નાથાભાઈ ખીમલાણી ( ઉ,વ, ૩૫ ) ( રહે, નાગપુર ગામના રસ્તે ,હોટલ પાછળ ખંઢેરા ,તા, કાલાવડ ) ને કલમ -૨૩૫ (૨ ) અન્વયે ઈ,પી,કોડ કલમ ૩૭૬ જે એન,તથા પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસયુઅલ ઓફેન્સિસ એકટ -૨૦૧૨ ની  કલમ ૪ અને ૬ ના ગુન્હામાં તકસીરવાન ઠરાવી અનુક્રમે ઈ,પી,કોડ ૩૭૬ જે એન,ના ગુન્હામાં સખ્ત આજીવન (મૃત્યુ થતા સુધી) કેદની સજા અને ૨૫ હજારનો રોકડ દંડ અને જો રોકડ દંડ વસુલ આપવામાં નિષ્ફળ જાય તો વધુ છ મહિનાની સાદી કેદની સજા ફટકારી છેઙ્ગ

ઙ્ગપો,કે,સો,એકટ કલમ-૪ ના  ગુન્હામાં ૭ વર્ષની સખ્ત કેદ અને ૧૦ હજાર રોકડ દંડ. જો રોકડ વસુલ આપવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા તથા પો,કે,સો,એકટ કલમ-૬ ના ગુનામાં ૧૦ વર્ષની સખ્ત કેદ અને ૨૫ હજારનો દંડઙ્ગ અને જો રોકડ દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છેઙ્ગ

આરોપીને કરવામાં આવેલ જેલ સજા હુકમ એકીસાથે ચાલશે આરોપીને કલમ ૪૨૮અન્વયે જેલ કસ્ટડીમાં દિવસો આ સજા હુકમ સામે મજરે મળશે.

આરોપીને ક્રિ. પ્રો. કોડ કલમ -૪ર૮ અન્વયે જેલ કસ્ટડીમાં દિવસો આ સજા હુકમ સામે મજરે મળશે.

મુદામાલ અપીલ સમય વિત્યે નાશ કરવાનો હુકમ કરવામાં આવે છે.

આરોપી સામે હુકમ મુજબનું ધોરણસર સજા વોરંટ ભરવુ અને સબંધીત જેલને મોકલવું. આ ચુકાદો ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો છે.

(11:45 am IST)