સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

કચ્છમાં હિમવર્ષાથી મૃત્યુ પામેલ ૬૫ કુંજ પક્ષીઓના મોતના કારણની તપાસ તામિલનાડુના વૈજ્ઞાનિકો કરશે

રાજકોટ એફએસએલનો રિપોર્ટ એકાદ દિ'માં આવી જશે, હજી ૮ કુંજ પક્ષી ગંભીર હાલતમાં સારવાર હેઠળ

ભુજ, તા.૧૯: ગત ચાર દિવસ પહેલાં કચ્છમાં થયેલ હિમવર્ષા દરમ્યાન ભચાઉના બાનીયારી ગામ પાસે ૫૬ કુંજ પક્ષીઓના મોત નિપજયા હતા અને ૧૭ કુંજ પક્ષીઓ દ્યાયલ થયા હતા.

દ્યાયલ પૈકી વધુ ૯ પક્ષીઓના મોત થતાં કુંજ પક્ષીઓનો મૃત્યુ આંક વધીને ૬૫ થયો છે. જયારે હજી ૮ કુંજ પક્ષી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. મૃત્યુ પામનાર કુંજ પક્ષીઓના મોતનું કારણ જાણવા કચ્છના વનવિભાગે રાજકોટ ખાતે એફએસએલમાં તેમના વિશેરાના સેમ્પલો મોકલાવી દીધા હતા. પણ, હવે આ કુંજ પક્ષીઓના મોતના કારણની તપાસ કરવા માટે તામિલનાડુના વૈજ્ઞાનિકોએ કચ્છના વનવિભાગનો સંપર્ક કર્યો છે. કોઈમ્બતુર મધ્યે આવેલ સલીમઅલી સેન્ટર ફોર ઓર્થીનોલોજી એન્ડ નેચર હિસ્ટ્રી સંસ્થાના પક્ષીવીદ્દ વૈજ્ઞાનિકો કચ્છમાં મૃત્યુ પામેલા કુંજ પક્ષીઓના મોતના કારણની વૈજ્ઞાનિક તપાસ કરશે. તે માટે પક્ષીઓના વિશેરા કોઈમ્બતુર (તામિલનાડુ)ઙ્ગ મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(11:44 am IST)