સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

ભુજમાં ખૂન કેસના ફરિયાદીને નામચીન બુટલેગર અને તેના સાગરીતોએ ધમકી આપતાં ચકચાર

ભુજના કિન્નરોના નાયક બાબુ શેખના ઈશારે ધમકી, એસપી કન્ટ્રોલરૂમના સંપર્ક બાદ માનકુવા પોલીસમાં ફરિયાદ

ભુજ, તા.૧૯: ભુજમાં ગત વર્ષે મુસ્લિમ સમાજના કેવર અને શેખ પરિવાર વચ્ચે થયેલ દ્યર્ષણ અને હુમલાના બનાવમાં કાસમ મામદ કેવર નામના યુવાનનું મોત નીપજયું હતું.

આ અંગે ચાલી રહેલા ખૂન કેસમાંથી હતી જવા શેખ પરિવારના મોભી અને ભુજના કિન્નરોના નાયક બાબુ શેખ દ્વારા લધાભાઈ કેવર અને તેમના પુત્ર અબ્બાસ કેવરને સમાધાનના બહાને ધાકધમકી અપાતી હતી. દરમ્યાન રવિવારે અબ્બાસ લધા કેવર પોતાની ઝાયલો ગાડીમાં આવી રહ્યો હતો ત્યારે ભુજના નામચીન બુટલેગર ઇબ્રાહિમ હાસમ કેવર અને તેના સાગરીતોએ અબ્બાસને રસ્તા વચ્ચે આંતરીને હુમલો કર્યો હતો. જોકે, અબ્બાસ જીવ બચાવી નાસી છૂટ્યો હતો. આ હુમલા અંગે અબ્બાસ કેવરે ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરતા તેમને માનકુવા પોલીસની હદ્દ માં ગુનો બનેલ હોઈ ત્યાં ફરિયાદ કરવાનું જણાવાતા તેમણે ડીએસપી ઓફિસના કન્ટ્રોલરૂમની મદદ લઈને પોલીસ રક્ષણ નીચે માનકુવા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. દરમ્યાન માનકુવા પોલીસે બુટલેગર ઇબ્રાહિમ હાસમ કેવર સહિત ૩ ની ધરપકડ કરી હતી. આ ગુનાની તપાસ માનકુવા પીઆઇ કે.બી. વિહોલ કરી રહ્યા છે.

(11:42 am IST)