સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

કચ્છ ૩ વખત ધ્રુજ્યા પછી જામનગર ર વખત ધ્રુજ્યું

'વાગડ' ફોલ્ટ લાઇન ફરી સક્રિયઃ જામનગરમાં ૧પ દિવસમાં ર૪ આંચકા

રાજકોટ તા. ૧૯ :.. કચ્છમાં ભૂકંપનાં ૩ આંચકા બાદ જામનગરમાં રાત્રીનાં ર આંચકાથી ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયુ છે કે, કાલે સાંજનાં ૭.૦૧ વાગ્યે કચ્છમાં ૪.૩ ની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોંધાયો હતો.

ત્યારબાદ કચ્છના ભચાઉથી ર૩ કિ. મી. દુર દક્ષિણ દિશા તરફ રાત્રીના ૮.ર૪ વાગ્યે ૩.૦ ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

જયારે રાત્રીનાં ૧૧.ર૧ વાગ્યે ર.૯ ની તિવ્રતા અને રાત્રીના ૩.૧૮ વાગ્યે ર.ર ની તિવ્રતાનાં ર આંચકા જામનગરમાં નોંધાયા હતાં. તેમ ગાંધીનગર સ્થિત સિસમોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે.

આજે મંગળવારે વહેલી સવારે ૪.૦૮ વાગ્યે ભચાઉથી ૧૭ કિ. મી. દુર  કેન્દ્ર બિન્દુ ધરાવતો

૧.૪ ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો.

 ભુજ : કચ્છમાં હજીયે મોડે મોડે ભૂકંપનો ભયઙ્ગ ઝળુંબી રહ્યો છે. તા. ૧૮/ ૧૧ સોમવારના સાંજે ૭ અને ૧ મિનિટે આવેલા ૪.૩ ના જોરદાર આંચકાએ ફરી એકવાર કચ્છને ધ્રુજવી મૂકયું છે. આ આંચકાને પગલે બહુમાળી મકાનમાંથી લોકો બહાર દોડી ગયા હતા. આંચકો એટલો જોરદાર હતો કે મોટાભાગના લોકોએ ધરતી ધ્રુજી હોવાનો અનુભવ કર્યો હતો. ભુજ, ભચાઉ, રાપર, અંજાર સહિત સમગ્ર જિલ્લામાં અનુભવાયેલા ભૂકંપના આ આંચકાથી કયાંયે કોઈ નુકસાનના સમાચાર નથી. પણ, લોકોને ભૂકંપના આંચકાએ એક તબક્કે ગભરાવી મુકયા હતા. જોકે, હજીયે આ આંચકાના ભય માંથી લોકો હજી માંડ બહાર આવે ત્યાં જ દોઢ કલાક પછી રાત્રે ૮/૩૦ વાગ્યે ફરી ભૂકંપનો બીજો આંચકો આવ્યો હતો. બીજા આંચકાની તીવ્રતા ૩.૧ ની હતી. આમ, ઉપરા ઉપરી બે આંચકાને પગલે ઇલેકટ્રોનિક મીડીયા અને સોશ્યલ મીડિયામાં વહેતા થયેલા ભૂકંપના સમાચારે લોકોને ચિંતામાં મૂકી દીધા હતા. મુંબઈ સહિત દેશ વિદેશમાંથી કચ્છી માડુઓના ફોન કચ્છમાં ભૂકંપની માહિતી તેમ જ પુછપરછ માટે રણકયા હતા.ઙ્ગ

ફરી વાગડ ફોલ્ટ સક્રિય, એક દિવસમાં ૩ આંચકા, જામનગરમાં ૧૫ દિ'માં ૨૪ આંચકા સોમવારે એક જ દિવસમાં બે નહીં પણ ત્રણ આંચકાઓ થી કચ્છની ધરતી ધ્રુજી હતી. સાંજે ૪.૩ નો આવેલા આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉ થી ૨૩ કીમી દૂર જમીનની અંદર ૧૫.૪ કીમી ઊંડે હતું. જયારે રાત્રે ૮/૩૦ વાગ્યે ફરી આવેલા ૩.૧ ના આંચકાનું અને  સોમવારે સવારે ૯.૨૨ વાગ્યે વેળા ૨.૧ ના આંચકાનું કેન્દ્રબિંદુ  દૂધઈ, ધરમપર (લોડાઈ) નજીક  હતું. ૨૦૦૧ ના કચ્છમાં આવેલા ભૂકંપ સમયે આ જ વાગડ ફોલ્ટ એકિટવ હતો. જોકે, ભૂકંપ તેના કારણો ઉપર સરકાર દ્વારા સતત મોનીટરીંગ અને અભ્યાસ કરાઈ રહ્યો છે.

જામનગર

જામનગર :  કાલે બપોરે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે જોકે જામનગર જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી ભૂકંપના આંચકા યથાવત છે.  છેલ્લા ૧૬ દિવસમાં ભૂકંપના ૨૪ આંચકા અનુભવાયા હતા.

ઙ્ગ બે દિવસ અગાઉ જામનગરમાં દિવસ દરમિયાન ભૂકંપના ૩ આંચકા આવ્યાં હતા. આ  ભૂકંપની તિવ્રતા ૩.૨, ૨.૪, અને ૨.૪ ની  નોંધાઇ હતી. જામનગરના કાલાવડ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું.

(4:06 pm IST)