સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

ઉનાઃ મજૂરી કામ મુકીને સેવા સેતુમાં આવેલા લોકોના રેશનકાર્ડ આધાર કાર્ડ સહિતના કામો થયા નહી

ઉના, તા.૧૯: રામ પરા ગામે સેવા સેતુ કાર્યક્રમની અંદર ૧૪ ગામના લોકો  પહોંચ્યા હતા. સરકાર દ્વારા આદ્યાર કાર્ડ ફરજીયાત પણે કરવા મા આવ્યું હોય ત્યારે મોટા ભાગના ગામડા ના લોકો ને આધાર કાર્ડ ની જરૂર હોય તેથી આધાર કાર્ડ કઢાવા માટે દૂર દૂર થી ૧૪ ગામના લોકો રામ પરા ગામે પહોંચ્યાં હતા.

આધાર કાર્ડ ની અંદર સુધારા વધારા અને ઓનલાઇન સિસ્ટમ ને લગતી તમામ પ્રકારની કામગીરી સેવા સેતુ કાર્યક્રમની અંદર ન હોવાથી લોકો ને અનેક ગણી મુશ્કેલીઓ પડી હતી. નવા કુપન (રેશન કાર્ડ) આધાર કાર્ડ સુધારા વધારા ક્રિમીનલ જેવા ઓનલાઇન કામ ન કરી આપતા લોકોને ઉના સુધી જવાની ફરજ પડી હતી.

મોટા ભાગના ગામ ડાના લોકો મજૂરી કામ કર તા હોય છે તો તે પોતાનો ધંધો મજૂરી રોજગારી કામ આજનો દિવસ બંધ રાખીને સેવા સેતુ કાર્યક્રમની અંદર પહોંચ્યા હતા. પણ ત્યા તેવોનુ કામ ન થતા પાછા ફર્યા હતા.

આરટીઆઇ એકટિવિસ્ટ ચૌહાણ જેન્તી કુમાર એ વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ કરવામા આવે છે તો તેની જાણ ગામના લોકોને કરવામાં આવ તી નથી. ખાસ કરીને દરેક ગામની અંદર બેનર બોર્ડ મારવા જોયે અને ગામના તમામ લોકો ને ૨ દિવસ અગાઉ જાણ કરવી જોઇએ જેથી કરીને ગામડાઓના તમામ લોકો સેવાસેતુ કાર્યક્રમ ની અંદર લાભ લઈ શકે. લોકો ને ખબર જ ના હોય તો તે કેવી રીતે આવી શકે...?

ગામડા ઓનાં લોકો આધાર કાર્ડ સુધારા વધારા કરાવવા માટે રોજના ઉનાના ધકકા ખાય છે તો પણ લોકોનુ કામ થતું નથી. ત્રણ ત્રણ વખત આધારકાર્ડ અપડેટ કરાવે છે તો પણ આવ તુ નથી. અને પેસા પણ દર વખતે આપી ને આવે છે. તો પણ આધાર કાર્ડ આવતા નથી.

આવી અનેક પ્રકારની સમસ્યાઓ સરકારી ડોકયુમેન્ટના કારણે ઉના તાલુકાના ગામડાઓના લોકો અનેક ગણી મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે.ખાસ કરીને સરકાર દ્વારા દરેક ગામની અંદર ગ્રામસભા કરીને દરેક ગામની અંદર સ્થળ ઉપરજ કામ કરી આપવામા આવે તો દરેક લોકોને પોતાના પ્રશ્નોના કામકાજ ના જવાબનો નિકાલ થઈ શકે છે. સરકાર દ્વારા લોકોને પહેલાથીજ જાણ કરવી જોઈએ કે સેવાસેતુ કાર્યક્રમની અંદર જે કંઈ પણ કામ થતા હોય તે કામની જ જાહેરાત કરવી જોઈએ. તેવા સૂચનો કર્યા હતા.

(10:23 am IST)