ઉનામાં સમૂહ શાદી યોજાઇ
ઉનાઃ શિફા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ શાદી યોજાઇ હતી. શિફા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ બાબાભાઈ હાજી જુમા ભાઈ ચોરવાડ અને પ્રમુખ અબ્બાસભાઈ હાજી ભાઇ ચોરવાડ અને મંત્રી હાજી સુલેમાનભાઈ ઈસ્માઈલભાઈ સોરઠીયા આયોજન માટે જહેમત ઉઠાવી હતી. ચીફ ગેસ્ટ તરીકે જનાબ સૈયદ હાશ્મી મીયા ઉર્ફે પીર બાપુ અને અતીથી વિશેષમાં પુંજાભાઇ વંશ ધારાસભ્ય ઉના જનાબ એમજી નથી એડવોકેટ અને ઈમ્તિયાઝ પઠાણ મુસ્લિમ એકતા મંચ દીપકકુમાર એડવોકેટ અને મુખ્ય મહેમાનને ચંદ્રેશભાઇ જોષી ઉના નગરપાલિકા ઉપપ્રમુખઙ્ગ તેમજ યુસુફભાઈ હાજી મજીદ ખજુદરા એડવોકેટ અનેઙ્ગ જનાબ અબ્બાસભાઈ સુરાણી વેપારી અગ્રણી તરીકે અને જનાબ એમ આઈ સેખ ઉના પોલીસ સ્ટેશન તેમજ ટ્રસ્ટી અજીમ ભાઈ હાજી ઈસ્માઈલ ચોરવાડ ઈકબાલભાઈ હુસેનભાઇ ભોજા હનીફભાઇ પીરા સમીરભાઈ અબ્દુલ ભાઈ પટેલ નફીસ ભાઈ કાસમભાઈ ભાદરકા અને મહેબુબભાઇ હાજી દાદાભાઈ યુસુફભાઈ હાજી સુલેમાન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. સમૂહ શાદી સમારોહની તસ્વીર.