સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

ઉનાઃ બામણાસાથી જામવાળા રોડ સાઇડમાં માટીકામ બાકી રહી ગયું!

ઉના, તા.૧૯: જામવાળા થી બામણાસા સુધીના નવ કિલોમીટરનો માર્ગ માત્ર નામનો જ રહ્યો છે આ રોડ હમણાં થોડા સમય પહેલાં જ બનાવવામાં આવેલ છે. પરંતુ આ રોડની અંદર બંને સાઈડમાં જે માટી કામ કરવાનું હોય છે તે ન થવાના કારણે બંને સાઇડ ઓમાનથી રોડ તૂટતો જાય છે હાલ અત્યારે આ રોડની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે.

જયારે આ રોડ ઉપર એક મોટું અને એક નાનું વાહન આવી જાય ત્યારે નાના વાહનને નીકળવું મુશ્કેલ બને છે જયારે મોટા વાહન અને રોડની નીચે ઉતરવું પણ પોતાના વાહન માટે જોખમી બની જાય છે ત્યારે આ રોડ ઉપર અત્યંત પ્રવાસીઓનો આવરો જાવરો રહેતો હોય છે કારણકે જામવાળા ગીર થઈ અને ઉના દીવ આવવા માટે આ એક સરળ રસ્તો છે જયારે આ રોડની આ દુર્દશા ઓ તંત્રના ધ્યાનમાં આવતી નથી.

આ રોડ ઉપર રોજના કેટલી એસ ટી ઓ ની અવરજવર થતી હોય છે તેમજ કેટલાક પ્રાઇવેટ વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે ત્યારે આ રોડ હજુ હમણાં જ તાજેતરમાં બનાવવામાં આવેલો છે ત્યારે આ રોડની સાઇડના કામો ન કરવાના કારણે આ હાલાકી પ્રવાસીઓએ ભોગવવી પડે છે

જો આ રોડ ઉપરથી ભૂલમાં કોઈ મંત્રીને આવવાનું થશે ત્યારે આ રોડ બનશે તેઓ લોકમુખે ચર્ચાઇ છે.

(10:21 am IST)