સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

મોરબી જિલ્લામાં ઘડિયા લગ્નની લહેર: આમરણમાં વધુ બે ઘડિયા લગ્ન લેવાયા

બે પટેલ પરિવારે સમાજમાં અન્ય પરિવારોને પ્રેરણા આપી

 

મોરબી જિલ્લામાં ઘડિયા લગ્નની લહેર જોરશોરથી ચાલી રહી છે અને યુવક-યુવતીની સગાઈના પ્રસંગે નજીકના સગા-સ્નેહીઓની ઉપસ્થિતિમાં ઘડિયા લગ્ન લેવામાં આવે છે.જેથી ખોટા ખર્ચાતથા સમયનો પણ બચાવ થાય છે ત્યારે આમરણ(ડાયમંડનગર) નિવાસી રમેશભાઈ ભગવાનજીભાઈ અંબાણી તથા વનીતાબેન રમેશભાઈ અંબાણીના પુત્ર પ્રકાશ તથા બંગાવડી ગામના નિવાસી જામરિયા વિનોદભાઈ કલ્યાણજીભાઈ તથા જામરિયા ગીતાબેન વિનોદભાઈની પુત્રી પાયલના ઘડિયા લગ્ન લેવાયા હતા

  આમરણ (ડાયમંડનગર) ગામે રહેતા મગનભાઈ ભગવાનજીભાઈ અંબાણી તથા વર્ષાબેનના પુત્ર હસમુખના લગ્ન સજનપર ગામે રહેતા પ્રવીણભાઈ પ્રભુભાઈ ભૂત તથા પુષ્પાબેનની દીકરી અનીતા સાથે નક્કી થયેલ હોય અને તેના ચુંદડી પ્રંસંગે બંનેના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ. બંને પરિવારના પરિવારજનોની હાજરીમાં લગ્ન સંપન્ન થયા હતા.

  રીતે ઘડિયા લગ્નનું આયોજન કરીને બન્ને પરિવારોએ લગ્ન પાછળ , દેખાદેખીથી કરાતો લાખો રૂપિયાનો ખર્ચ કરતા સમાજને એક પ્રેરણાદાયી પુરી પાડી હતી

(1:04 am IST)