સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th November 2019

મોરબી જીલ્લા સંકલન બેઠકમાં ૨૫ થી વધુ વિવિધ વિભાગના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ

રોડ, રસ્તા, પાણીની પાઈપ લાઈન, એસ.ટી રૂટ,કેનાલ રીપેરીંગ,પીવાનાપાણીસહિતના વિવિધ પ્રશ્નોનો નિકાલ લવાયો

 

મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી નિકાલ લાવવામાં આવ્યો હતો. સંકલન સમિતિની બેઠકમાં રોડ, રસ્તા, પાણીની પાઈપ લાઈન, એસ.ટી રૂટ,કેનાલ રીપેરીંગ,પીવાનાપાણીસહિતના વિવિધ પ્રશ્નોનો નિકાલ લવાયો હતો.

જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં  મળેલ સંકલન બેઠકમાં કલેકટરએ પદાધિકારીઓ દ્વારા રજુ થતા પ્રશ્નોનો તાત્કાલીક ઉકેલ લાવી તેઓને જાણ કરવા જણાવ્યું હતું.

બેઠકમાં મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવીદ પિરઝાદા, જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ પ્રજાહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો સંબંધિત વિભાગના અધિકારીઓએ નિકાલ લાવ્યા હતા અને જવાબો રજૂ કર્યા હતા. સમગ્ર બેઠકમાં ૨૫ થી વધુ વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા જેમાં સિંચાઇના પાણી, પીવાના પાણીની પાઈપ લાઈનો, નર્મદા કેનાલો રીપેરીંગ, ખનીજ ચોરી રોકવા, જમીનધોવાણ સર્વે, એસ.ટી.બસ ચાલુ કરવા ગ્રામ્ય તળાવો રીપેરીંગ, મચ્છુ કેનાલ અંગે રજુઆતો કરાઈ હતી. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર કેતન પી. જોષીએ કર્યું હતું.

બેઠકમાં મોરબી-માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવીદ પિરઝાદા, જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા ડી.ડી.. એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા, મદદનીશ કલેકટર હળવદ ગંગાસિંહ, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, ટંકારા પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી, નાયબ કલેકટર એચ.જી.પટેલ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:02 am IST)