સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 18th November 2019

મોરબીના ઉંચી માંડલ ગામમાં ઈજાગ્રસ્ત ગાયની એનિમલ હેલ્પલાઈને સારવાર કરી નવજીવન આપ્યું

ઉંચી માંડલ ન્યાય સમિતિ ચેરમેનએ એનિમલ હેલ્પલાઇનને જાણ કરતા તુરત ટીમ પહોંચી

 

મોરબીના ઉંચી માંડલ ગામમાં ઈજાગ્રસ્ત ગાયની સારવાર માટે એનીમલ હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તુરંત ટીમે પહોંચી ગાયને જરૂરી સારવાર આપીને નવજીવન આપ્યું હતું

મોરબીના ઉંચી માંડલ ગામમાં એક ગાય ઈજાગ્રસ્ત હાલતમાં હોય જેને પગલે ઉંચી માંડલ ન્યાય સમિતિ ચેરમેન હરેશભાઈ સોલંકીએ એનીમલ હેલ્પલાઈનની મદદ માંગી હતી અને વિના વિલંબે ટીમ પહોંચીને ડોક્ટર દ્વારા ગાયને તમામ જરૂરી સારવાર આપી હતી જેથી હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે

  એનીમલ હેલ્પલાઈનની કામગીરી ને બિરદાવતા ન્યાય સમિતિ ચેરમેને પણ જણાવ્યું હતું કે ગાય, ભેંસ ઘેટા, કુતરા જેવા પશુઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઈનની કામગીરી ઉમદા છે જેના ડોક્ટરો સેવાભાવથી કાર્ય કરી રહ્યા છે અને ગાયને નવજીવન આપ્યું હતું

(12:43 am IST)