સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

માળિયામાં સીસીરોડનું કામ બંધ કરવાની કહીને બે શખ્શોએ યુવાનને માર્યો: મારી નાખવા ધમકી દીધી

ગાળો બોલી ફડાકા ઝીંકી પાવડાના હાથ વડે માર મારી ધમકી આપી

 

માળિયાના રહેવાસી ઈસ્માઈલ ઉર્ફે વલુ સાવદિનભાઈ જેડાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી હારૂન દિલાવર જેડાએ ફરિયાદીને માળિયા ગામમાં વાડા વિસ્તારમાં સીસીરોડનું કામ ચાલુ છે તે બંધ કરાવવાનું કહેતા ફરીયાદી ઈસ્માઈલ જેડાએ કામ બંધ કરાવવાની ના પાડતા આરોપી હારૂન દિલાવર જેડા અને કાદર કરીમ મોવર (રહે બંને માળિયા) ગાળો બોલી ફડાકા ઝીંકી પાવડાના હાથ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે માળિયા પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે

(11:38 am IST)