સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th November 2019

પોરબંદરમાં 108 સેવાની દિલધડક કામગીરી : મધદરિયે કરી માછીમારની પ્રાથમિક સારવાર

મિલનસાગર બોટના માછીમારની તબિયત લથડતા સારવાર કરી હોસ્પિટલે ખસેડ્યો

 

પોરબંદરમાં 108 સેવાની બિરદાવવા લાયક કામગીરી જોવા મળી છે 108 બોટ એમ્બ્યુલન્સની મધ દરીયે દિલધડક કામગીરી કરી હતી. મિલનસાગર નામની બોટના માછીમારની તબિયત લથડતા 108 બોટ દ્રારા સારવાર અપાઇ. સામાન્ય સારવાર મધ દરિયે આપી માછીમારને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

(11:53 pm IST)