સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th November 2018

જૂનાગઢમાં ઉપલા દાતારમાં ઉર્ષનો પ્રારંભ ;બાપુના જયઘોષ : સાથે અમૂલ્ય આભુષણોના દર્શન કરીને ભાવિકો ધન્યતા બન્યા

જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની જગ્યા ખાતે દાતાર બાપુનું દર્શને પહોંચી ગયા હતાં. જુનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતાર ની જગ્યા ખાતે દાતાર બાપુના મહાપર્વ ઉર્સ મેળાનો ગઈ મધ્યરાત્રિથી મંગળ પ્રારંભ થયો હતો.

આ ઉર્સ મેળાના પ્રથમ દિવસે જ રાત્રિના 10 કલાકે દાતાર બાપુની ગુફામાંથી વર્ષમાં એક જ વાર દાતાર બાપુ જે ધારણ કરતા હતા તે અમુલ્ય આભુષણો મહંત પૂજય પૂ. વિઠ્ઠલબાપુ, લઘુમહંત ભીમબાપુ દ્વારા ગુભાની બહાર લવાયા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત હજારો ભાવિક ભકતોએ દાતાર બાપુના જયઘોષના નાદ સાથે આ અલભ્ય આભુષણોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આભુષણોને દર્શેનાર્થે મુકાયા બાદ પૂજય વિઠ્ઠલબાપુ દ્વારા વૈદિકમંત્રોચ્ચાર સાથે પ્રવિત્ર ગંગાજળ, ગુલાબજળ, દુધ વગેરેથી આ આભુષણોને સ્નાન કરાવી તેના ઉપર સંદલ લગાડીને પરત ગુફામાં રહેલ તેના સ્થાને સ્થાપિત કરાયા હતાં. સંદલ વિધિ પત્યા બાદ ભાવિક ભકતો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું.

 

(8:00 pm IST)