સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th November 2018

ભાવનગર એલસીબીએ લૂંટના ગુન્હાના ત્રણ આરોપીને ઝડપ્યા :રોકડ રકમ સહીત 1,10 લાખના મુદામાલ જપ્ત

ભાવનગર એલસીબીએ લૂંટના ગુન્હામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને 1,10 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ  ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર એલસીબીના સ્ટાફ શહેર વિસ્‍તારમાં વણશોધાયેલ વાહન ચોરીનાં ગુન્હાઓ શોધી કાઢવા અંગે  પેટ્રોલીંગમાં હતાં

  આ  દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, હેવમોર ચોકમાં આવતાં હેડ કોન્સ. એમ.પી.ગોહિલને બાતમી મળેલ કે, નજીરખાન મુરાદખાન મુસ્લીમ તથા તેનાં બે મિત્રો (રહે.ત્રણેય કુંભારવાડા, નારી રોડ, ભાવનગર વાળા)ઓ ત્રણેય જણાં હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.રજી.નં. GJ-04-BN 3202માં ભાવનગર, ગંગાજળીયા તળાવ, ગંગા દેરી પાછળ,વિટકોસ બસ સ્ટેન્ડનાં બાંકડા પાસે આવીને ઉભા છે.આ ત્રણેય જણાં પાસે પૈસા તથા મોબાઇલો છે.જે તેઓએ ચોરી અથવા તો બીજી કોઇ રીતે લીધેલ હોય તેવું જણાય છે.આ ત્રણેયાં આ પૈસાથી કપડાં તથા બીજી ચીજવસ્તુઓ ખરીદવા ભાવનગર બજારમાં જવાનાં છે.

   બાતમીવાળી જગ્યાએ આવતાં નજીરખાન મુરાદખાન બ્લોચ (ઉ.વ.૩૩) ( રહે.મફતનગર, મામાની દેરી,નારી રોડ,કુંભારવાડા, ભાવનગર) પાસેથી રોકડ ૧૭,૦૦૦,(૧) M.I. કંપનીનો મોબાઇલ-૧ ૧૩,૦૦૦ (૨) નોકિયા કંપનીનો મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦ તથા કાળા કલરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.GJ-04-BN 3202 કિ. ૩૦,૦૦૦ અને વાહિદ અકબરભાઇ ચૌહાણ ( ઉ.વ.૧૯ ) ( રહે.રૂમ નં.૪૨૪ની સામે, ગુ.હા. બોર્ડ,નારી રોડ, કુંભારવાડા, ભાવનગર)  પાસેથી વીવો કંપનીનો મોબાઇલ-૧ કિ.૧૦,૦૦૦ તથા રોકડ રૂ.૮,૦૦૦ જયારે તૌફિક રફિકભાઇ જુણેજા (ઉ.વ.૨૦ ) (રહે.કવાટર્સ નં.૪૮૫,કાશ્મીરી કવાટર્સ,નારી રોડ, કુંભારવાડા, ભાવનગર) પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ-૧ કિ.રૂ.૯,૦૦૦ તથા રોકડા રૂ.૨૨,૫૦૦ મળી કુલ રૂ.૧,૧૦,૦૦૦નો મુદ્દામાલ મળી આવેલ.

 આ  ઇસમોની પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત રોકડ રૂપિયા ગઇ તા.૧૧-૧૨/૧૧/૨૦૧૮નાં રોજ રાત્રીનાં એકાદ વાગ્યાનાં સમયે લાકડિયા પુલથી મોતીતળાવ જવાનાં પાકા નવા રોડ ઉપર મોગલમાંનાં મંદિર નજીકથી ટ્રક ડ્રાયવરને ઉભો રાખી લુંટ કરેલ હોવાનું જણાવેલ.જે ટ્રક ડ્રાયવર તૌફિક રફિકભાઇ જુણેજાનાં કહેવા પ્રમાણે ઉપરોકત લુંટ કરેલ હોવાની કબુલાત કરેલ. જેથી તેઓનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા માટે તેને ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યાં હતા

  આ અંગે મેહુલભાઇ સાજણભાઇ ચોહલા (રહે.કાળીયાબીડ, ભાવનગર ) તેઓ તથા સાહેદ હિતેશભાઇ પેથાપુર ગામેથી ગઇ તા.૧૧-૧૨/૧૧/ ૨૦૧૮નાં રોજ ભાવનગર આવતાં હતાં.ત્યારે ભાવનગર,મોતીતળાવ સ્મશાન પાસે મોગલમાતાનાં મંદીર નજીકથી અજાણ્યા બે માણસોએ ટ્રક ઉભો રખાવી તેઓને નીચે ઉતારી ગળે છરી રાખી રોકડ રૂ.૭૦,૦૦૦  મોબાઇલ-૧ કિ.રૂ.૧૩,૦૦૦ તથા સાહેદ હિતેશભાઇનો મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦  મળી કુલ રૂ.૯૩,૦૦૦/-ની લુંટ કરી તેઓ લઇ આવેલ મો.સા. લઇ ભાગી ગયેલ હોવાની ફરિયાદ ગઇ તા.૧૫/૧૧/૨૦૧૮નાં રોજ દાખલ કરાવેલ.

આમ,વણશોધાયેલ લુંટનો ગુન્હો શોધી મુદ્દામાલ સહિત કુલ રૂ.૧,૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.

  આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, રાકેશભાઇ ગોહેલ,મહિપાલસિંહ ગોહિલ, ચંદ્દસિંહ વાળા, અરવિંદભાઇ પરમાર, શકિતસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા,સત્યજીતસિંહ ગોહિલ,મીનાજભાઇ ગોરી, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

(7:00 pm IST)