સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th November 2018

બગસરા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી

બગસરાઃ બગસરામાં માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. આ વર્ષે ઓછા વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ખુબ જ ઓછંુ આવેલ છે ત્યારે સરકારે નક્કી કર્યા મુજબ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ માર્કેટીંગ યાર્ડમાં ખરીદી કરવાની શરૂઆત થઇ ચૂકી છે. તે મુજબ  ટોકનક્રમ મુજબ સરકાર દ્વારા ૧૦૦૦ના ટેકાના ભાવે ખરીદીની શરૂ કરતા શ્રીફળ વધેરી મોં મીઠા કરાવી કાન્તીભાઇ શતાસીયાએ શરૂઆત કરાવેલ છે જેમાં મામલતદારશ્રી તલાટી નાયમ મામલતદારશ્રી ભીંડી નાયબ મામલતદાર ગોંડલીયા, ધીરૂભાઇ માયાણી, કનુભાઇ કોલડીયા હાજર રહયા હતા. કલેકટરશ્રી આયુષ ઓકની સુચના અનુસાર કામગીરી શરૂ કરવામાં આવી હતી.(તસ્વીરઃ સમીર વિરાણી, બગસરા)

(11:46 am IST)