સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th October 2019

કોટડા સાંગાણીમાં દેશીદારૂની ભઠ્ઠી ઉતર સ્ટેટ વિજીલન્સના દરોડા

૩૪પ લીટર દેશીદારૂ અને ૧રપ૦ લીટર આથા સાથે ૪ ની ધરપકડ

રાજકોટ તા.૧૯ : કોટડાસાંગાણીમાં દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર સ્ટેટ વિજીલન્સ સ્કવોર્ડે દરોડા પાડી દેશીદારૂ અને આથાના જથ્થા સાથે ૪ શખ્સોને ઝડપી લીધા હતા.કોટડાસાંગાણીમાં નદી કાંઠે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ સ્ટેટ વિજીલન્સ સ્કવોડના પી.એસ.આઇ. રવિરાજસિંહ જાડેજા તથા ટીમે દરોડો પાડી ૩૪પ લીટર દેશી દારૂ તેમજ ૧રપ૦ લીટર આથાના જથ્થા સાથે બુટલેટર વિજય કોળી, ગોવિંદ અરજણ સોલંકી, અરવિંદ ધીરૂ કોળી તથા વિનોદ કોળીની ધરપકડ કરી કોટડાસાંગાણી પોલીસના હવાલે કર્યા હતા.

(3:26 pm IST)