સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

જામનગરમાં જાતી પ્રત્યે અપમાનીત કરીને છરી વડે હુમલો

જામનગર તા. ૧૯ : અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં જેઠાભાઈ દેવાભાઈ વરસાખીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૧૦–ર૦૧૮ના અંધાશ્રમ હનુમાન ચોકમાં આ કામના ફરીયાદી જેઠાભાઈના ભાઈ સાહેદ રાજુભાઈ તથા તેના દિકરા મહેશને આ કામના આરોપીઓ રણજીતસિંહ તથા દિવ્યરાજસિંહ ઉર્ફે દિલો  રે. જામનગરવાળા ગાળો બોલી જાતીપ્રત્યે અપમાનીત કરી અહીંયા રહેવા નહીં દઈએ તેમ કહી આ કામના આરોપી દિવ્યરાજસિંહ એ સાહેદ મહેશને શરીરે છરી થી ઈજા કરી તથા આ કામના આરોપી રણજીતસિંહએ સાહેદ રાજુભાઈ ને પેટમાં છરીનો એક ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી ડી.એમ.સાહેબના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

બાળકને તેડવા જતા નાશાની હાલતમાં બઘડાટી બોલાવી

અહીં સીટી-સી પોલીસ સ્ટેશનમાં શારદાબેન ભગવાનજી રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, મહાકાળી મંદિર પાસે, ખેતીવાડી, જામનગરમાં આ કામના ફરીયાદી શારદાબેનના દિકરાનો દિકરો આયુષ ઉ.વ.૪ વાળો વિજય ઉર્ફે મુન્નો જોસફના ઘરે રમવા ગયેલ હોય અને વિજય નશાની હાલતમાં હોય જેથી ફરીયાદી શારદાબેનનો દિકરો વિષ્ણુ તેના દિકરાને તેના ઘરેથી પાછો લઈ આવેલ હોય જેથી વિજય એ ઉશ્કેરાઈ જઈ ફરીયાદ શારદાબેનના દિકરા વિષ્ણુને ઢીકાપાટુનો માર મારી ફરીયાદી શારદાબેન તેના બચાવવા વચ્ચે પડતા તેને જમણા હાથની હથેળીમાં છરી મારી ઈજા કરી ડી.એમ.સાહેબના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી માર માર્યાની રાવ

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મુકેશભાઈ જાનીભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, સાધના કોલોની, બ્લોક નં. એલ–૭૭ રૂમ નં. ૩૪પ૪ માં  ખીમાભાઈ દેવાભાઈ વાઘેલા, મંગળભાઈ ખીમાભાઈ વાઘેલા, આણંદભાઈ ખીમાભાઈ વાઘેલા, હિતેશભાઈ કાળુભાઈ ભદ્રુ, ઉમેશભાઈ કાળુભાઈ ભદ્રુ, રે. જામનગરવાળાઓ એ ફરીયાદ મુકેશભાઈ ઘર પાસે બેઠા હોય ત્યારે આ કામના આ પાંચેય આરોપીઓએ તેના અગાઉના ઝઘડાનો ખાર રાખી ગેરકાયદેસર મંડળી રચી એક સંપ કરી લોખંડનો ધોકો તેના પાઈપ ધારીયાથી માથામા તથા શરીર પર ઈજા કરી જઈ ગુનો કરેલ છે.

(3:38 pm IST)