સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

લગ્ન માટેના પૈસાની ચિંતામાં વેકરીના યુવાનની આત્મહત્યા

 જુનાગઢ, તા. ૧૯ : લગ્ન માટેના પૈસાની ચિંતામાં વેકરીના યુવાને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળેલ છે. વિસાવદર તાલુકાના વેકરી ગામે રહેતા હરેશ પ્રતાપભાઇ વાળા (ઉ.વ.ર૦) નામના યુવાનના નજીકના દિવસોમાં લગ્ન હોય અને પૈસાની જરૂર હોય નાણાની વ્યવસ્થાની ચિંતામાં હરેશભાઇએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજતા તેના પરિવારમાં ગમગીની પ્રસરી ગઇ હતી. (૮.૧૦)

(3:38 pm IST)