સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

ચોરવાડમાંથી રાજય પોલીસે વિદેશી દારૂનો જથ્થો પકડયોઃ આરોપીઓ ફરાર

વેરાવળ, તા.૧૯:  ચોરવાડના જરારી વિસ્તારમાંથી વિદેશીદારૂ નો મોટો જથ્થો આવેલ હોય તે સ્ટેટ મોનેટરીગ સેલ ને જાણ થતા દરોડો પાડી રપ૦૪ બોટલ રૂ.ર,૬૪,પ૦૦ નો જથ્થો પકડી પાડેલ હતો.

આ બનાવની વિગત એવી છેકે જરારી વિસ્તારમાં વાડી માં ઓરડા માં વિદેશીદારૂનો મોટો જથ્થો પડેલ હોય જેથી બાતમીદારેગાંધીનગર સ્ટેટ મોનેટરીગ સલને જાણ કરતા દરોડો પાડી જુદી જુદી વિદેશીદારૂની બોટલ નંગ રપ૦૪ રૂ.ર,૬૪,પ૦૦નો મુદામાલ કબજે કરેલ હતો આ વાડીમાં ઓરડા માલીક નયન ઉર્ફે ટોયો ડાભી, વિરાભાઈ આણંદભાઈ પરમાર વિરૂઘ્ધ ગુનો નોધેલ હતો બન્ને આરોપીઓ ફરાર થઈ જતા ગુનો નોધી વધુ તપાસ હાથ ધરેલ છે.

લોઢવા વિદેશી દારૂ ઝડપાયો

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે રોડ ઉપર પોલીસ વાહન ચેકીગ કરી રહેલ ત્યારે ધોધલા દિવથી પુરપાટ ઝડપે આવી રહેલ મોટર સાઈકલ રોકતા તેની પાસેથી વિદેશીદારૂ બોટલ નંગ ૧૧ રૂ.૪ર૦૦ મોટરસાઈકલ રૂ.૩૦,૦૦૦ કુલ રૂ.૩૪,ર૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધેલ હતા. સુત્રાપાડાના પ્રાંચી ગામે આહીર સમાજના ધો.૬ થી ૧ર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયેલ હતો તેમાં શીલ્ડ તેમજપ્રમાણપત્રઆપી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવેલ હતા.(૨૩.૧૧)

(3:37 pm IST)