સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

જામનગરમાં કોંગ્રેસની અવગણના કરીને એજન્ડા પાસ કરી દેવાતા હલ્લાબોલ

 જામનગર : મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિરોધ પક્ષ કોંગ્રેસની અવગણના કરીને એજન્ડા પાસ કરી દેવામાં આવતા વિરોધ પક્ષ દ્વારા હલ્લાબોલ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તકે કમિશનરશ્રીને પાઠવેલા આવેદનપત્રમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ જી. ખફીએ જણાવ્યું હતું કે લોકેશન ફેકટરના નામે આડેધડ ટેક્ષમાં થયેલ વધારો નગરજનોના ઘા ઉપર નમક છાંટવા બરાબર છે જે રદ કરવા માંગણી કરી હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીર-કિંજલ કારસરીયા-જામનગર) (૮.૧૯)

(3:26 pm IST)