સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

માળિયાના મોટા દહીંસરામાં પ્રાચીન ઇશ્વર વિવાહના રાસે આકર્ષણ જમાવ્યું

મોરબી તા. ૧૯ : માળીયાના મોટા દહીંસરા ગામે પ્રાચીન ઇશ્વર વિવાહ રાસ આજેય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રાજાશાહી સમયથી નવરાત્રી મહોત્સવ દરમ્યાન લેવાય છે અનોખો રાસ, ત્રણથી સાડા ત્રણ કલાક સુધી ચાલતા આ ઈશ્વર વિવાહ રાસમા એક તરફ ઈશ્વર વિવાહ ગાનને દેશી વાંજીત્રોના લયબધ્ધ સુરતાલ સાથે ગાયકો દ્વારા ગાનનેઙ્ગવડતા પ્રતિષાદમાં સુર તાલ સાથે રાસ લેતા ખેલૈયાઓ ઝીલતા હોય છે. લયબધ્ધ સુરતાલ સાથે લેવાતા આ રાસ મા ગ્રામજનો કુંડાલા સ્વરુપે રાસ લેતા જોવા તે પણ એક આગવો લ્હાવા સમાન ગણાયછે. કેમ કે આજના ઝાકમઝોળ ભવ્યતમ રંગબેરંગી રોશની અને અધ્યતન પશ્ચિમી ઈન્સ્ટ્રુમેન્ટ, ડીજે સામે ભાતીગલ ભારતીય ગ્રામીણ સંસ્કૃતિની આગવી ઓલખ સમાન આવા ઐતિહાસિક પ્રાચીનઙ્ગ ગરબીની પણ એક આગવી ઓલખ હોયછે. જેમાં રાસ લેવામા મોટાભાગ નો પુરુષ વર્ગ હોય છે.

ઙ્ગવર્ષો પુર્વે ચાર ચાર દીવસ સુધી ચાલતા ઈશ્વર વિવાહમાં દેવાધીપતિ દેવ મહાદેવજી ના સગપણ નું માંગુ લઈ દક્ષ પ્રજાપતિના દરબારમા જતા નારદજીમા ભવાની, પાર્વજીના મહાદેવજી સાથેનાં સગાઈ પ્રસંગ બાદ શિવ વિવાહનુ આયોજન, નિમંત્રણ, તૈયારીઓ, જાનૈયાઓ ઙ્ગસહીત વિવિધ મહાત્મય સાથે મહાદેવજીના લગ્ન પ્રસંગ, જાન, જાનૈયા, ચાર ફેરા, કન્યા વિદાય માહત્મય થી લઈ શિવ પાર્વતીના લગ્ન પ્રસંગને શબ્દ દેહ આપનાર પંડીત દેવીદાનજી રચીતઙ્ગ ઈશ્વર વિવાહ મહાત્મય મહા કાવ્યને રાજાશાહી સમયથી લઈ આજ પર્યંત મહાત્મય ભેરઙ્ગ ઉજવતા નાના એવા દહીસરા ગામનાં મોમાઈ ગરબી મંડલ દવારા મોમાઈ માતાજી, રાધાક્રીષ્ન મંદીર પાસે પરંપરાગત રીતે પ્રતિવર્ષ ભકિત અને શકિતનાં મહાપર્વને ઈશ્વર વિવાહ મહાત્મય ગાન દેશી વાજીંત્રો સાથે મોડી રાત્રી સુધીમા ના નવલા નોરતામાં માણવોએ એક આગવો વ્હાવો મનાય છે. અને જેને માણવા મોરબી,માલીયા પંથકઙ્ગ સહીત દુર સુદુર થી લોકો અનેરી આસ્થા શ્રધ્ધા ભકતિ ભાવ સાથે ,મહાત્મેય ભેરઙ્ગ મોટી સંખ્યામા ઈશ્વરવિવાહ રાસોત્સવ મા જેાડાતા હેાયછે.(૨૧.૮)

(12:07 pm IST)