સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

ઓખા સાતમા નોરતે બાળાઓ ખોડીયાર સ્વરૂપ સાત બેનડી

 ઓખા : નવરાત્રીના દરેક માતાના મંદિરોના ચાચર ચોકમાં બાળાઓ જૂદા જૂદા માના સ્વરૂપના શ્રૃંગાર સજીને ગરબે ઘુમે છે અને ઓખાની નવ ગરબીમાં કુલ ૧૦૦૮ બાળાઓ પ્રાચીન ગરબાના તાલે ગરબે ઘુમે છે. ઓખા ખોડીયાર મંદિરના ચાચર ચોકમાં માતા ખોડીયારની સાત બેનડીના સ્વરૂપના શ્રૃંગાર સાથે બાળાઓ ગરબે ઘુમી હતી. નવી બજાર, સાઇબાબા મંદિર તથા રઘુવંશી જલારામ ગરબીમાં બાળાઓ પ્રાચીન ગરબા સાથે અર્વાચીન ગરબાના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી તે તસ્વીરો.(૪૫.૬)

 

(12:01 pm IST)