સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

પોરબંદરમાં ઓશો શિવ સાધના શિબિરનું આયોજન

સંચાલન સ્વામી ધ્યાન અશોક (ડો.દેવાણી) કરશે

ધ્રોલ તા.૧૮ : ધ્રોલના સ્વામી ધ્યાન અશોક (ડો.દેવાણી)ના સંચાલનમાં તા.૨૧ને રવિવારે પોરબંદરમાં ઓશો શિવ સાધના શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદર ઓશો મિત્રો દ્વારા આયોજીત તેમજ સ્વામી ધ્યાન અશોક દ્વારા સંચાલીત શિબિરનું આયોજન પોરબંદરના સ્વામી આનંદજી તેમજ એમના ગૃપ દ્વારા કરવામાં આવેલ છે.

સદગુરૂ ઓશોએ આપેલ ભૈરવ તંત્રની ૧૧૨ વિધીઓ જેમાં માં પાર્વતી તેમજ ભગવાન શિવના સંવાદમાંથી ઉદઘોષીત થયેલ ધ્યાનની ટેકનીક છે. તંત્ર વિજ્ઞાન, મંત્ર વિજ્ઞાન તેમજ યંત્ર વિજ્ઞાન આ ત્રણેયમાં યંત્રવિજ્ઞાન એટલે પદાર્થથી પદાર્થ ઉપર કરવામાં આવેલ કાર્ય પરિણામ મંત્ર વિજ્ઞાન એટલે મનથી મન દ્વારા કરવામાં આવેલ કાર્ય વિધી પરંતુ તંત્ર વિજ્ઞાન એટલે આત્માથી આત્મા સુધીનો માર્ગ - કાર્યવિધી.

ઓશોએ આપેલ શિવસુત્ર પ્રવચન દ્વારા જો કોઇ તંત્ર વિજ્ઞાનને સમજે અને અનુરૂપ આત્મસાત કરે તો સમાધિ માટે એમને બીજુ કોઇ કરવાનુ રહેતુ નથી. ઓશો આ ૧૧૨ વિધીમાંથી પ્રથમ વિધીમાં સમજાવે છે કે આવતી જાતી દ્વારા જયા રોકાય છે તે શ્વાસ જયા ત્રણ માર્ગે અટકે છે. તે રોકાણમાં ચિતને સ્થિર કરો.મતબલ આવતી શ્વાસ એટલે જીવન અને જાતી શ્વાસ એટલે મૃત્યુ બસ સરલ વાત સમજાવી જીવન અને મૃત્યુની વચ્ચેના પડાવ એટલે સાશ્વત આવાજ ઉદ્દેશદ્વારા આ શિબિરનું આયોજન કરેલ છે.

શિબિર પોરબંદરના તીનીવાલ સ્કૂલ હોલમાં રાખેલ છે. જે એમ.જી.રોડ પોરબંદર પર આવેલ છે.

તદઉપરાંત આગલે દિવસે શનિવારને ૨૦-૧૦ના રાત્રે  ૮-૩૦ થી ૧૦-૩૦ દરિયાના કાઠે ચોપાટી પર તાંડવ નૃત્ય તેમજ ચક્ર હિલીંગ મેડીટેશન સ્વામી ધ્યાન અશોકજીના સાનિધ્યમાં રાખેલ છે.

શિબિરમાં આવવા માટે રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી હોય તો નીચેના મોબાઇલ નં. પર રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ છે.

શ્રી સ્વામી આનંદ મો. ૯૯૦૪૭ ૧૫૧૭૪ તથા સ્વામી અભય મો. ૯૩૨૭૮ ૨૭૮૯૩ વધુ માહિતી માટે સ્વામી જીવન ઉત્સવ મો. ૯૯૨૫૪ ૮૪૪૧૨ શ્રી મધુબેન ગોસ્વામી મો. ૯૬૩૮૪ ૫૫૧૫૪નો સંપર્ક કરવા જણાવાયુ છે.(૪૫.૭)

(11:59 am IST)