સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

જામકંડોરણાની તમામ ગરબીઓની બાળા માટે ભોજન પ્રસાદ યોજાયું

જામકંડોરણા તા.૧૯ : ભાદરા નાકા પાસે ઉતાવળી નદીના કિનારે રમણીય જગ્યામાં શ્રી મહાકાળી માતાજીનુ પ્રાચીન મંદિર આવેલ છે. આ મંદિરે વર્ષોથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. વર્ષોથી અહી માત્ર બેઠા બેઠા જ ભાવિકો ગરબા ગાઇ ઉજવણી કરવામાં આવે છે. તેમજ શહેરના વેપારીઓ ધંધાદારીઓ સાંજે પોતાનો સમય આ માતાજીની આરાધનામાં ગાળે છે.

અહી જે કોઇ માઇભકતોને ગરબા ગવડાવવા હોય તે ગવડાવી શકે છે તેમજ જે કોઇને ઢોલક જેવા વાજીંત્રો આવડતા હોય તે કોઇપણ વગાડી શકે છે. આ ગરબી મંડળ દ્વારા શહેરની તમામ ગરબી મંડળની બાળાઓને નવરાત્રીમાં એક દિવસ ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. અહીયા નવરાત્રીમાં માઇભકતો માતાજીની આરાધનામાં લીન બની જાય છે.(૪૫.૪)

(12:04 pm IST)