સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

જસદણ-વિછીયા તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરોઃ રામાણીની માંગણ

જસદણ તા. ૧૯: જસદણ અને વિંછીયા તાલુકામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થતા ખેડૂતો માલધારીઓ અને પશુપાલોકોની દશા એક સાંધે અને તેર તૂટે એવી દશા થઇ રહી છે. ત્યારે આ બંને તલાુકાને સરકાર તાત્કાલિક ધોરણે દૂષ્કાળ ગ્રસ્ત જાહેર કરે એવી માંગણી ખેડૂત અગ્રણી ગજેન્દ્રભાઇ રામાણીએ કરી છે.

 તેમણે જણાવ્યુ છે કે જસદણ અને વિંછીયા તાલુકાના ખેડૂતોના હાલ એવા દિવસો ચાલ રહ્યા તેમનો ઉભો મોલ બળી ગયો છે ખેડૂતોએ હજારો રૂપિયા નાખી વાવેતર કર્યુ હતુ. પણ તેમની મહેનત છતા વરસાદ ઓછો થવાથી પાક સદંતર નિષ્ફળ ગયો છે.

બીજી બાજુ પશુપાલકો અને માલધારીઓને પોતાના પશુઓને ચરાવવા માટે સીમમા ઘાસચારો નથી આમ ખેડૂતો માલધારીઓ અને પશુપાલકોની હાલત નરક જેવી બની છે આ પંથકમાં  આપઘાતો થાય તે પહેલા સરકાર આ બંને તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે એવી માંગ ગજેન્દ્રભાઇ રામાણીએ કરી છે.(૧૧.૩)

 

(11:57 am IST)