સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

જૂનાગઢમાં પ્રેમિકાનાં અને પોતાનાં પિતાએ ઠપકો આપતા યુવાનનો આપઘાત

માંગરોળમાં મોબાઇલની દુકાનમાંથી ચોરી

જૂનાગઢ તા. ૧૯: જૂનાગઢમાં પ્રેમિકાનાં અને પોતાનાં પિતાએ ઠપકો આપતા યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં આવેલ પ્રિયંકા પાર્ક સોસાયટીમાં રહેતો સંદીપ ગોવિંદભાઇ ગોહિલ (ઉ.વ. ૩૦) નામનાં યુવાનને એક યુવતિ સાથે પ્રેમ હતો અને યુવતિના પિતાને આ પ્રેમ સબંધ પસંદ ન હતો.

તેમજ યુવકને તેના પિતાએ પણ ઠપકો આપતા બંનેનું માઠું લાગી આવતા બે દિવસ અગાઉ સંદીપભાઇએ ગળાફાંસો ખાઇને મોતને મીઠું કરી લીધું હતું.

વિશેષ તપાસ સી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

ચોરી

માંગરોળના ફારૂક સલીમ કાયાની મોબાઇલ ફોનની દુકાનમાં રાત્રીના સમયે તસ્કરો દુકાનની છતનું પતરૃં તોડીને ખાબકયા હતા.

તસ્કરો દુકાનમાંથી રૂ. ૧પ હજારની રોકડ તેમજ પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂ. પપ હજારની કિંમતનાં મુદામાલની ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતા.

આ અંગે માંગરોળ પોલીસે ફરિયાદ લઇ ચોરીનો ભેદ ઉકેલવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે.

(11:52 am IST)