સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

'મોદી કેર' પછી હવે 'મોદી આવાસ' : ખાવડા - બન્નીમાં બનશે ૧૨૧ મકાનો

 ભુજ તા. ૧૯ : કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશના નાના અને જરૂરતમંદ પરિવારો માટે 'મોદી કેર' યોજના તરીકે પ્રખ્યાત થયેલ બીમારી દરમ્યાન પાંચ લાખ રૂપિયાની મેડીકલેમ યોજના પછી હવે બીજી લોકપ્રિય યોજના નો અમલ કચ્છમા શરૂ થઈ ગયો છે. ગ્રામીણ વિસ્તારોમા 'મોદી આવાસ' તરીકે ઓળખાતી આ યોજના એ પ્રધાનમંત્રી આવાસ યોજના છે. શહેરી વિસ્તારોમાં જેમ ઘર વિહોણા લોકોને પોતાનું ઘર બનાવવા માટે જે રીતે રોકડ સહાય આપવાની યોજના પ્રધાનમંત્રી મોદી એ શરૂ કરી છે. એ જ રીતે હવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને પોતાનું ઘર બનાવવા માટે સરકાર આર્થિક મદદ કરશે.

કચ્છમા પ્રધાનમંત્રી આવાસ યોજના નો પ્રારંભ બન્ની વિસ્તાર થી શરૂ થઈ ગયો છે. આજે વિજયાદશમીના દિવસે ભુજ તાલુકાના બન્ની પચ્છમ વિસ્તારના ગામો નાના દીનારા અને મોટા દીનારા ગામે PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) ના લાભાર્થીઓ ને મકાન બનાવવા માટેના વર્ક ઓર્ડરઙ્ગ આપવામાં આવ્યા હતા. PMAY યોજના તળે ૧૨૧ઙ્ગ મકાનોનુંઙ્ગ ખાતમુર્હત, સાંસદ વિનોદ ચાવડા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ હરીશ ભંડેરી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં દરેક લાભાર્થીઓને PMAY-G  અંતર્ગત રૂ. ૧,૨૦,૦૦૦ની સહાય ઉપરાંત MGNREGA (મનરેગા) યોજના અંતર્ગત રૂ. ૧૭૪૬૦ની વધારાની સહાય આપવામાં આવશે. જે લાભાર્થીઓ ૬ માસ મા પોતાના ઘરનું બાંધકામ પૂર્ણ કરી લે તેમના માટે વધારાનું બોનસ પણ છે. આવા લાભાર્થીઓને મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના અંતર્ગત ૨૦,૦૦૦ની અધિક સહાય આપવામાં આવશે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર પોતાની અનેક મહત્વની યોજનાઓ કાર્યરત થઈ જાય એવું ઈચ્છે છે. એટલે જ ઝડપભેર આવી યોજનાઓ નો અમલ શરૂ થઈ ગયો છે. તાલુકા પંચાયતો દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરાશે.

કચ્છની તાલુકા પંચાયતોએ ઘણા સમય પહેલાં જ PMAY યોજનાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે અને અનેક જગ્યાએ તેના ફોર્મ પણ ભરાઈ ચુકયા છે. જોકે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સ્થાનિક તાલુકા પંચાયતો સામેઙ્ગ સૌથી મોટો પડકાર PMAY યોજનાને સારી રીતે પાર પાડવાનો છે. કચ્છમા શૌચાલય યોજના દરમ્યાન અનેક જગ્યાએ ગેરરીતિ ના કિસ્સા બહાર આવ્યા હતા. જોકે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ ખૂબ જ ઉમદા છે, ઘર વિહોણા લોકો ખરા અર્થમાં ઘર બનાવવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરે તેવું ઇચ્છીએ.

(11:51 am IST)