સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 19th October 2018

રાજુલા તાલુકાના ડોળિયા ગામે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ક્રોપ કટીંગની કામગીરીનું નિરીક્ષણ

કોડીનાર તા.૧૯: હાલમાં પ્રધાનમંત્રી ફસલ વીમા કંપનીના અધિકારીઓ તથા સરકારી અધિકારીઓ દ્વારા ક્રોપ કટીંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે ગયા વર્ષ રાજુલા જાફરાબાદ તાલુકાના ખેડૂતોને પાક વિમામાં અન્યાય થયો હતો આથી હવે ફરી થી રાજુલા વિધાનસભાના ખેડૂતોને પાક વિમામાં અન્યાયના થાય તે માટે રાજુલાનાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ખેડૂતોનાં ખેતરોમાં ચાલી રહેલ ક્રોપ કટીંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને ખેડૂતોને અન્યાયના થાય તે માટે સરકારી અધિકારીઓ અને વીમા કંપનીના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને ક્રોપ કટીંગની કામગીરીમાં કોઈ ખેડૂતોને અન્યાયના અને આ વર્ષે થયેલા નબળા વર્ષને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવે તે માટે સૂચનો આપ્યા હતા.

 ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા રાજુલા તાલુકાના ડોળિયા ગામનાં ખેડૂતોનાં પાક નિષ્ફળ અને પાણીની તંગીના વિવિધ પ્રશ્નો અંગે ધરતીપુત્રો સાથે ચર્ચા વિચારણા કરી અને ખેડૂતોની વેદના સાંભળી હતી ધારાસભ્ય પોતે મગફળીના છોડ ખેંચી ક્રોપ કટીંગ ની કામગીરી અંગે માહિતગાર થયા હતા. ક્રોપ કટીંગની કામગીરી ગ્રામસેવક બી.એલ. તેરૈયા બીનાબેન તેરૈયા માયાબેન તથા ખેતી વાડી વિસ્તરણ અધિકારી ભારતીબેન જોષી દ્વારા કરવામાં આવી હતી.

 ધારાસભ્યની સાથે રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ બોધાભાઈ લાડુમોર કુંડલિયાળાના સરપંચ ડોળિયાના સરપંચ ચંપુભાઈ ભુંકણ ઉપસરપંચ ધીરુભાઈ નકુમ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કાળુભાઇ પોપટ ગાંગાભાઈ હડિયા બાલાપરના જોરુભાઈ મેંગળ સહિતના આસપાસના ગામોના આગેવાનો હાજર રહ્યા હતા.(૨૨.૫)

 

(11:50 am IST)