સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th September 2021

ધોરાજી જેતપુર રોડ સોમનાથ સોસાયટી ખાતે ગણેશ મહોત્સવ મા છપ્પન ભોગનાં દર્શન થયા: ઘરમાં ઉજવ્યો ગણેશ મહોત્સવ

(કિશોરભાઈ રાઠોડદ્વારા) ધોરાજી: ધોરાજીના જેતપુર રોડ સોમનાથ સોસાયટી ખાતે દીપકભાઈ ગોંડલીયા પરિવાર દ્વારા આયોજન શ્રીગણેશ મહોત્સવ દરમિયાન છપ્પન ભોગના દિવ્ય દર્શન થયા હતા

છેલ્લા બે વર્ષથી ગણેશ મહોત્સવ બંધ હોય ત્યારે રાજ્ય સરકારે ગણેશ મહોત્સવ સાદાઈથી ઉજવવાનું નક્કી કરતા માત્ર ઘરમાં રહીને ગણેશ મહોત્સવ ઊજવવાની સરકાર શ્રી ની સુચના અનુસાર ધોરાજીના જેતપુર રોડ સોમનાથ સોસાયટી ખાતે રહેતા દીપકભાઈ શાંતિભાઈ ગોંડલીયા તેમના પરિવાર દ્વારા તેમના જ ઘરની અંદર ગણેશ મહોત્સવ ઉજવ્યો હતો આ પ્રસંગે શ્રી ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ ગણેશજીનો વિવિધ શણગાર સાથે દરરોજ નવો પ્રસાદ બાટવામાં આવતો હતો અને છેલ્લા દિવસે 56 ભોગ ના દિવ્ય દર્શન સાથે વિવિધ સામગ્રીઓ ધરવામાં આવી હતી જેમાં 11 પ્રકારના અલગ-અલગ લાડુનો પ્રસાદ પણ મૂકવામાં આવ્યો હતો
આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાત્માના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ તેમજ દીપકભાઈ ગોંડલીયા  રાજુભાઈ ગોંડલીયા પૂજાબેન ગોંડલીયા સ્મિતાબેન રાઠોડ ડો. હેમાંગ રાઠોડ  વત્સલ રાઠોડ  યસ ગોંડલીયા વિગેરે ગોંડલીયા પરિવારના સભ્યો એ દિવ્ય દર્શનનો લાભ સાથે મહા આરતી યોજાઇ હતી
આ સાથે દરરોજ સ્વાધ્યાય પરિવારના ભાઈ-બહેનો દ્વારા પૂજન અર્ચન સાથે ગણેશ મહોત્સવ ઊજવવામાં આવતો હતોબાદ છેલ્લા દિવસે ગણેશ વિસર્જન નો કાર્યક્રમ કર્યો હતો
આ સમયે દીપકભાઈ ગોંડલીયા જણાવેલ કે અમોએ સરકાર ના નિયમ પ્રમાણે ઘરમાં જ ગણેશ ઉત્સવ ઉજવ્યો હતો અને સોશિયલ distance નું પુરુ પાચન કરી ઘર પૂરતો જ આ કાર્યક્રમ યોજાયો હતો અને પ્રસાદ દરરોજ સૌના ઘરે પહોંચે એ પ્રકારે પ્રસાદની પણ વ્યવસ્થા કરી હતી

(4:39 pm IST)