સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th September 2021

મોરબી માતાએ બીડી પીવા બાબતે પુત્રને ઠપકો આપતા ઝેરી દવા પી લીધી : સારવાર દરમિયાન મોત

જેતપર ગામે રહેતા અને મજુરી કામ કરતો હિતેશભાઈને ઠપકો આપતા લાગી આવ્યું

મોરબીના જેતપર ગામે રહેતા મજુરી કામ કરતા યુવાનને તેની માતાએ બીડી પીવા બાબતે ઠપકો આપતા યુવાનને લાગી આવતા તેને ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામે રહેતા અને મજુરી કામ કરતો હિતેશભાઈ ધરમશીભાઈ દેત્રોજા (ઉ.૨૨) ને તેની માતાએ ગત તા.૧૫ ના રોજ સાંજના સુમારે બીડી પીવા બાબતે ઠપકો આપતા હિતેશને લાગી આવતા તેણે પોતે પોતાની મેળે ઝેરી દવા પી લેતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોય જ્યાં તા.૧૭ ના રોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુત તપાસ હાથ ધરી છે

 

(2:17 pm IST)