સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th September 2021

મોરબી : મોરબીના સેવાભાવી અજયભાઈ લોરિયાએ પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવી વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવ્યો હતો

મોરબી :  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીનો  જન્મદિન હતો. તેમના જન્મદિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં ઠેર-ઠેર સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. ત્યારે સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ લક્ષ્મીનગર ખાતે પ્રજ્ઞાચક્ષુઓને ઢોસાનું ભાવતું ભોજન કરાવી, તેમની સાથે ભોજન લઈને પ્રધાનમંત્રીના જન્મદિનની ઉજવણી કરી હતી.

(2:14 pm IST)