સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th September 2020

મોરબીમાં પોષણ માસની ઉજવણી

મોરબીઃ મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવાય છે જેમાં મોરબી જીલ્લામાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના જીલ્લા પંચાયત મોરબી દ્વારા કાર્યરત ૭૬૧ આંગણવાડી કેન્દ્ર પર સપ્ટેમ્બર ૨૦૨૦ પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં પૂર્ણા યોજના અન્વયે આંગણવાડી કેન્દ્રમાં નિયુકત પૂર્ણા સખી તથા સહ સખી દ્વારા આંગણવાડી કેન્દ્ર પર નોંધાયેલ જોખમી સગર્ભા, અતિ કુપોષિત બાળકો માટે પોષણ તોરણ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાના તમામ જોખમી માતા અને અતિ કુપોષિત બાળકોના ઘરે જઈને પોષણ તોરણ લગાવી પોષણ સંદેશાઓ આપવામાં આવેલ જેમાં મોરબી સીટી સ્થિત આંગણવાડી પર પૂર્ણા સખી સખી સાથે જીલ્લા પ્રોગ્રામ ઓફિસર અને ડીસ્ટ્રીકટ પૂર્ણા કન્સલ્ટન્ટ દ્વારા પોષણ તોરણ લગાવી પોષણ સંદેશાઓ આપવામાં આવ્યા હતા. તે તસ્વીર

(11:32 am IST)