News of Thursday, 19th September 2019
દેવભુમી દ્વારકા જીલ્લા એસઓજી દ્વારા અબોલ પશુઓથી થતા અકસ્માત અટકાવવા અભિયાન
ખંભાળીયા, તા., ૧૯: દેવભુમી જિલ્લા સપેશ્યલ ઓપરેશન ગૃપ એસ.ઓ.જી. દ્વારા અબોલ પશુઓથી થતાં અકસ્માતો અટકાવવાના અનોખુ અભિયાન શરૂ કરાયું હતું.
શહેરમાં ઠેર-ઠેર રોડ રસ્તા પર બેઠેલા પશુઓના શીંગડા પર રેડીયમ પટ્ટી લગાડાઇ હતી. જેથી રાત્રે આ પટ્ટીઓ ચમકતા ઢોર બેઠુ હોય તો તે દેખાય.
આ કાર્યમાં એસ.ઓ.જી.ના પો.સ.ઇ. એ.ડી.પરમાર, વાય.જી.ગુર્જર, હેડ કો. હરદેવસિંહ જાડેજા, ભીખાભાઇ ગાગીયા, લખમણભાઇ આંબલીયા, કિશોરસિંહ જાડેજા તથા વારાહી ગૌરક્ષક દળના નિકુંજભાઇ વ્યાસ તથા તેમની ટીમના સભ્યો જોડાયા હતા.
(1:13 pm IST)