સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th September 2019

દેવભૂમી દ્વારકા જિલ્લાકક્ષાનો 'નમામિ દેવી નર્મદે મહોત્સવ' સિંહણડેમે યોજાયો

દેવભૂમી દ્વારકા તા.૧૮ : રાજય સરકાર દ્વારા સરદાર સરોવર ડેમની જળરાશિ પૂર્ણ સપાટીઓ પહોંચતા નમામિ દેવી નર્મદે મહોત્સવ ઉજવવાનું નકકિ કરવામાં આવેલ છે. જે અંગતર્ગ દેવભૂમિ દ્વારકા જિલ્લાકક્ષાનો મહોત્સવ ખંભાળીયા તાલુકાના આરાધના ધામ, સિંહણ ડેમ સાઇટ ખાતે માન.પ્રભારીમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો હતો.

પ્રભારમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા તથા અન્ય મહાનુંભાવોએ નર્મદામૈયાના સ્વરૂપમાં  સિંહણડેમે શ્રીફળ ચૂંદડી અર્પણ કરી પૂજન-અર્ચન કર્યું હતું. મહોત્સવની શરૂઆતમાં પ્રભારીમંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા તથા અન્ય મહાનુંભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરી આવકારવામાં આવ્યા હતા.

મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમ પ્રથમવાર પૂર્ણકક્ષાએ ૧૩૮.૬૭ મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાયો છે ત્યારે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે દેવભૂમિ દ્વારકામાં જિલ્લાકક્ષાએ, તાલુકાકક્ષાએ,નગપાલીકાઓ વગેરે સ્થળોએ તથા રાજયભરમાં નમામિ દેવિ નર્મદે મહોત્સવ ઉજવાઇ રહયો છે ત્યારે ખુશી વ્યકત કરી જણાવ્યું હતુ કે વર્ષો જુનૂં સ્વપ્ન પરીપૂર્ણ થતા લોકોને પિવાનું ગુણવતાયુકત શુધ્ધ પીવાનું પાણી મળે છે. અને ગામડાઓમાં પાણીની ખેંચ રહેશે નહિ. પાણીની અગત્યતતા વિશે જણાવી મહોત્સવમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યકત કર્યો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કાળુભાઇ ચાવડા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પી.એસ.જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

કલેકટરશ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાએ આ સુનહરા અવસરે ઉપસ્થિત સૌનું સ્વાગત કરી આ એક ઐતિહાસીક અવસર છે તેમ જણાવી રાજય સરકાર પાણી અંગે  યોગ્ય આયોજન થકી પાણીની સમસ્યાઓ દૂર કરવા સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું. રાજય સરકારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણી અંગે કરેલા કાર્યોની વિગતો પણ પ્રસ્તુત કરી હતી.

નર્મદાડેમ ઉપર આધારિત ટુંકી ફિલ્સનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તથા આંગણવાડીની વર્કર બહેનોને મોબાઇલ લોંન્ચિગ કર્યા હતા. નર્મદા મહોત્સવ અંતર્ગત નર્મદામૈયાની સ્તુતિનના નુતયો, સાંસ્કુતિક ગરબો તથા પાંચ તત્વોને શુધ્ધ રાખવાના  સંકલ્પ સાથે સ્વચ્છતા અભિયાન નાટક પ્રસ્તૃત કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા હિ સેવા અંતર્ગત કાર્યક્રમ અન્વયે મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા તેમજ મહાનુંભાવોએ શ્રમદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્વચ્છતા અને પ્લાસ્ટીક નો ઉપયોગ બંધ કરવા પોષણક્ષમ આહારના શપથઙ્ગ લેવડાવવામાં આવ્યા હતા.આભારવિધી શ્રીજિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજાએ કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ, નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.પટેલ, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી વાધેલા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ભાજપ આગેવાનશ્રી મશરીભાઇ નંદાણીયા, હિતેષભાઇ પિંડારીયા અને દિનેશભાઇ દતાણી, મહાપ્રભુજી બેઠકના મુખ્યાશ્રી રોહીતભાઇ, વહિવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ, સ્કુલ/કોલેજના વિધાર્થીઓ તેમજ હજારોની સંખ્યામાં જનમેદની  ઉપસ્થિત રહી હતી.

(12:16 pm IST)