સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th September 2019

મોટીમારડ ગામે જુગારના હાટડા પર પાટણવાવ પોલીસ ત્રાટકીઃ ૭ પકડાયા

રાજકોટ તા.૧૯: ધોરાજીના મોટીમારડ ગામે મકાનમાં ચાલતા જુગારના હાટડા પર પાટણવાવ પોલીસે રેઇડ કરી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ મોટીમારડ ગામે પુના હિરાભાઇ રેવરના મકાનમાં જુગાર રમાતો હોવાની  બાતમી મળતો પાટણવાવના પીએસઆઇ વાય.બી.રાણા તથા હેડકો. અરૂણકુમાર રામજીભાઇ ખટાણા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા (૧)પુના હીરાભાઇ રેવર મોટીમારડ તા.ધોરાજી (૨)નરશી વશરામભાઇ ચુડાસમાં રહે-ચીખલીયા તા.ઉપલેટા (૩)ઉકા નાથાભાઇ રાઠોડ રે.ચીખલીયા તા.ઉપલેટા (૪)દીલીપ નાજાભાઇ મણવર રહે-રોધેલ તા.જામકંડોરણા (૫)હસમુખ હીરાભાઇ ચાવડા રહે-મોટીમારડ, (૬)રાજેશ હરીભાઇ પરમાર રહે-મોટીમારટ તથા (૭)મુકેશ પોપટભાઇ ગોહેલ રે.મોટી મારડને રોકડા ૨૭૯૨૫ તથા ૬ મોબાઇલ મળી કુલ રૂ.૪૨૯૨૫ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.(૧.૯)

(12:15 pm IST)