સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th September 2019

મોરબીઃ માલધારી પરિવારે દૂધ વેચાણ માટે હેલ્મેટ અને પીયુસીમાંથી મુકિત આપવા માંગણી

મોરબી ,તા.૧૯:સરકાર દ્વારા ટ્રાફિક નિયમો વધુ કડક બનાવાયા છે અને નવા નિયમો ગુજરાતમાં પણ લાગુ થાય છે ત્યારે માલધારી પરિવારોને દૂધ વેચાણ માટેના વાહનચાલકોને હેલ્મેટ અને પીયુસીમાંથી મુકિત આપવાની માંગ કરી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે માલધારી પરિવારો પશુપાલન અને દૂધ વેચવાનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને પશુઓનો નિભાવ કરે છે માલધારી સમાજનો આગવો વેશ પરિધાન છે જેમાં માથા પર ફાળિયું હાથમાં કડા પહેરવા અનિવાર્ય છે તેવા સંજોગો હાલના નિયમ મુજબ હેલ્મેટ પહેરવા શકય નથી પશુપાલન અને દુધનો વ્યવસાય કરતા લોકો અશિક્ષિત અને અજ્ઞાની હોય, સમાજમાં શિક્ષણનું પ્રમાણ નહીવત છે પશુઓના દૂધ ઘરે ઘરે પહોંચાડવા માટે વાહનનો ઉપયોગ કરે છે ગામડેથી દૂધ શહેરી વિસ્તારમાં પહોંચાડતા હોય છે અભ્યાસ વિના સમજદારી પણ હોતી નથી જેથી કાયદામાંથી મુકિત આપવાની માંગ કરી છે હાલમાં મોંદ્યવારી અને પશુ ખોરાકના વધેલા ભાવો અને અપૂરતી આવકને લીધે પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ છે ત્યારે દંડ ભરી સકે તેમ નથી જેથી દૂધ વેચાણ માટે માલધારી વાહનોને કાયદામાંથી મુકિત આપવાની માંગ કરી છે

(11:38 am IST)