સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

મોરબીના સામાકાંઠાની સોસાયટીમાં કાદવ કીચડથી રહીશોને હાલાકી :ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું

ભૂગર્ભ ગટરની સુવિધા ના હોવાથી સોસાયટીમાં રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય

 

મોરબીના સામાકાંઠાની કીર્તિનગર  હાઉસિંગ સોસાયટીમાં કાદવ કીચડથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે  વરસાદના વિરામ બાદ પણ પાણી ભરેલું રહેતું હોય જેથી મામલે સોસાયટીના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે

    મોરબીના માળિયા ફાટક નજીક આવેલી કાંતિનગર હાઉસિંગ સોસાયટીના પ્રમુખ કરીમભાઈ જામ અને ઉપપ્રમુખ ભુપતભાઈ શંભુભાઈ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી રજૂઆત કરી છે કે વરસાદને પગલે પાણી ભરાયા છે તેમજ ભૂગર્ભ ગટરની સુવિધા ના હોવાથી સોસાયટીમાં રસ્તા પર કાદવ કીચડ જોવા મળે છે અને ચોતરફ ગંદકી ફેલાઈ છે જેથી સ્થાનિકોની મુશ્કેલીઓ વધી ગઈ છે ભૂગર્ભ ગટર મામલે અનેક રજુઆતો અગાઉ કરી છે પરંતુ હજુ સુધી સુવિધા અપાઈ નથી હાલ કાદવ કીચડ અને ગંદકીને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે જેથી રોગચાળાનો ભય સતાવી રહ્યો છે વિસ્તારમાં રોડ રસ્તા ના હોય જેથી ગંદકીમાં વધારો થયો છે જેથી તાકીદે રોડ પર મેટલ પાથરીને સાફ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે

(12:52 am IST)