સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

ભાવનગરના ઘોઘા સર્કલના પૃથ્વી પ્લાઝા કોમ્પલેક્ષમાં બેઝમેન્ટમાંથી હુક્કાબાર ઝડપાયું:13 યુવાનો પકડાયા

ભાવનગરના ઘોઘા સર્કલના પૃથ્વી પ્લાઝા કોમ્પલેક્ષમાં બેઝમેન્ટમાંથી હુક્કાબાર ઝડપાયું છે એલસીબી બાતમીના આધારે દરોડો પાડીને હુક્કાનું સેવન કરતા સગીરો સહીત 13 યુવાનોને ઝડપી લઇને હુક્કાબારમાં મુદામાલ કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરી છે

     એલ.સી.બી. ભાવનગરની ટીમ  પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળેલ કે ઘોઘા સર્કલ વિસ્તારના પૃથ્વી પ્લાઝા કોમ્પલેક્ષમાં બેઝમેન્ટના ભાગે મંથનભાઇ ભદ્રેશભાઇ રાજયગુરૂ (રહે. સુભાષનગર )તથા દેવેન્દ્રસિંહ અનોપસિંહ ગોહિલ( રહે. કાળીયાબીડ )પોતાના કબ્જા ભોગવટાની ભાડાની દુકાનમાં ગે.કા. હુકકા બાર ચલાવે છે તેવી બાતમીના આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા રેઇડ દરમ્યાન મંથનભાઇ ભદ્રેશભાઇ રાજયગુરૂ હુકકાનું સેવન કરાવતો મળી આવતા તેની પાસે કોઇ લાયસન્સ કે આઘાર નહી હોવાનું જણાવતા અને રેઇડ દરમ્યાન નાની વયના યુવાઘન સહિત કુલ તેર ઇસમો હુકકાનું સેવન કરતા મળી આવેલ અને દુકાન માંથી હુકકાની અલગ અલગ ફલેવરો તથા કોલસા તથા સગડી તથા હુકકા તથા હુકકા પીવાની નળીઓ અન્ય સાઘનો મળી કુલ રૂ.૧૫,૧૬0 મળી આવતા હાજર મળી આવેલ મંથનભાઇ ભદ્રેશભાઇ રાજયગુરૂ (રહે. ભાવનગર સુભાષનગર) તથા દેવેન્દ્રસિંહ અનોપસિંહ ગોહિલ વિરૂધ્ધમાં સીગારેટ અને તમાકુ ઉત્પાદન સુધારા અધિનિયમ ૨૦૦૩ (ગુજરાત એક્ટ ૨૭/૨૦૧૭) ની કલમ ૪એ, ૨૧એ તથા ૨૪ તથા ૬એ મુજબ ગુન્હો ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોઘાવેલ છે.

(12:39 am IST)