સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસઃ કેટલીક ઐતિહાસિક તસ્વીરો

વાંકાનેરઃ આજે તા.૧૯ : ઓગસ્ટ એટલે વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે. જે અંતર્ગત વાંકાનેર તાલુકાના ચંદ્રપુરના મોહમ્મદી લોકશાળાના શિક્ષક અબ્દુલભાઇ એમ. શેરસીયા (મો.૯૯રપ૦ પ૦પ૯પ) એ કેટલીક ઐતિહાસિક તસ્વીરો રજુ કરી છે.

અબ્દુલભાઇ શેરસીયાએ જણાવ્યું છે કે કેટલીક આધુનિક કલાઓ પૈકી ફોટોગ્રાફી એક મહત્વપૂર્ણ કલા છે ૧૯મી સદીનાં અંતભાગમાં કેમેરેાની શોધ થતા આખેઆખી ર૦ સદીમાં જાહેર કે આંતરીક જીવનના દરેક ક્ષેત્રોમાં વત્તાઓછા પ્રમાણે કેમેરાની કરામતોનો દબદબો રહ્યો કેમેરાના કસબીઓએ પણ ફોટોગ્રાફીને અદ્દભૂત અને રોમાંચકતાના ઉચ્ચ સ્તરે લઇ જવા ગજબના સાહસ, સમય સુચકતા, ધૈર્ય અને સુઝબુઝનો પરિચય આપ્યો છે. ઘણા મહેનતુ અને સાહસિક ફોટોગ્રાફરોએ દુનિયાને યાદગાર અને ચિરંજીવી તસવીરોનો ખજાનો ભેટ ધર્યો છ.ે

કોઇ ઘટના કે પ્રસંગે સંદર્ભે પાઠક કેે દર્શના ભાવનાત્મક પ્રતિભાવોને તાત્કાલિક ઉજાગર કરવા ફોટો એક શકિતશાળી માધ્યમ છ.ે ફોટોગ્રાફીથી ઇતિહાસના દસ્તાવેજીકરણને વધુ વાસ્તવિક અને જીવંત બનાવી શકાયું છ.ે ઘણી વખત કોઇ એક તસ્વીર એક આખા યુગનું પ્રતિનિધિત્વ કરતી હોય છે તો કોઇ તસ્વીર એટલી બધી જીવંત હોય છે કે દરેક સમયે સાંપ્રત હોય છે. કયારેક કોઇ ઘટનાના ન્યાયિક વર્ણન માટે હજારો શબ્દો ઓછા પડે પરંતુ એક તસ્વીર પર્યાપ્ત હોય છ.ે

પ્રથમ તસ્વીરમાં આપણી ચલણી નોટો પર જોવા મળતી મહાત્મા ગાંધીનો સસ્મિત ફોટો હકીકતમાં આ ફોટોગ્રાફમાંથી ક્રોપ કરવામાં આવેલ છે આ તસ્વીરમાં મહાત્મા ગાંધી સાથે ગ્રેટ બ્રિટનમાં થયેલ સ્ત્રી મતાધિકાર ચળવળના મહાન નેતા ફ્રેડરિક વિલિયમ પેથીક લોરેન્સ પણ જોવા મળે છે. આ ફોટોગ્રાફ ૧૯૪૬માં એક અજાણ્યા ફોટોગ્રાફરે આ તસ્વીર લીધી હતી.

બીજી તસ્વીરમાં ૧૯૯૩માં સાઉથ આફ્રિકન ફોટોજર્નાલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા લેવાલી પુલિત્ઝર પુરષ્કાર પ્રાપ્ત આ છીબએ સુદાનમાં દુષ્કાળની દારૂણ સ્થિતિ તરફ દુનિયાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. એક ગીધની આગળ ધરાશાયી થઇ રહેલ બાળકને મદદ કરવાને સ્થાને ફોટોગ્રાફીમાં વ્યસ્ત રહેવા બદલ કેવિન આક્રમકઃ ટીકાઓ અને અમાનુસી ત્રાસનો ભોગ બનતા આખરે ૧૯૯૪માં આત્મહત્યા કરી લે છે.

ત્રીજી તસ્વીરમાં મુંબઇ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ-૧૯૯૩ ના અસાધારણ હીરો ''ઝંઝીર ઉર્ફે'' ''ગોલડન લાબ્રાડોર''ની આખરી સફરની છે. મુંબઇ પોલીસ બેડાના આ સ્નિફર ડોગએ બ્લાસ્ટ બાદ ૩૩ર૯ કી.ગ્રા. વિસ્ફોટક આર.ડીએકસ, ૬૦૦ ડિટોનેટર્સ, ર૪૯ હેન્ડગ્રેનેડ, ૬૪૦૬ રાઉન્ડ જીવતો દારૂગોળો અને પછીના દિવસોમાં ૩ જીવતા બોમ્બ શોધવામાં મુંબઇ પોલીસની મદદ કરી હજારો લોકોના જીવ બચાવ્યા હતા.

ચોથી તસ્વીરમાં 'પહેલી માં' બનનાર મહાન ખગોળ વૈજ્ઞાનિક અન્ના લી ફિશરની છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના આદેશ મુજબ ફિશર સાડા આઠ મહિનાના ગર્ભ સાથે ૧૯૮૪માં અંતરિક્ષની સફરે જાય છે.અને અવકાશમાં જ પુત્રી સ્વરૂપે માનવબાળને જન્મ આપી અન્ના લી ફિશર માનવજાતના ઇતિહાસમાં એક ભૂતપૂર્વ અને અમિટ પ્રકરણ ઉમેરવાનું શ્રેય પ્રાપ્ત કરે છે.

પાંચમી તસ્વીરમાં ૭ર વર્ષીય ચીની રાષ્ટ્ર પ્રમુખ માઓત્સે તુંગ (માઓ ઝેદોન્ગ) પોતાને શારીરીક અને માનસિક રીતે સક્ષમ સિદ્ધ કરવાના હેતુથી યાન્ગત્ઝી નદીમાં ડુબકી લગાવે છે અને અન્ય યુવા તૈરાકો સાથે કલાકો સુધી તરે છે કેમ કે ચીની પ્રજા વૃદ્ધ દેખાતા માયકાંગલા નેતાને પસંદનથી કરતી. આ તસ્વીરનો જાદુ ચાલી જતા ૧૯૬૬માં કમજોર જણાતી ચીની કમ્યુનિસ્ટ સરકાર પહેલા કરતા પણ વધારે મજબુતીથી બેઇજિંગની સતતાના સૂત્રો સંભાળે છે અને માઓત્સે તુંગ ખુબ સખ્તીથી તેમની મહાન શ્રમજીવી સાંસ્કૃતિક ક્રાંતિની શરૂઆત કરે છ.ે

છઠ્ઠી તસ્વીરમાં ઇન્સાની સંવેદનશીલતાનો સમાજ સંદેશ આપતી અલગ અલગ સમય અને સ્થળની બે તસ્વીરો એકબીજા સાથે જોડયોલી છે (૧) ર૦૧૧ માં ભારતના કટક શહેરમાં પૂરની સ્થિતિ વખતે એક ગ્રામજન બિલાડીઓ અને તેના બચ્ચાને સલામત સ્થળે ખસેડી માનવ  સંવેદનાનું પ્રતીક બને છે. (ર) તાજેતરમા જ વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાતા ગુજરાત પોલીસનો એક જવાન ગળાડૂબ પાણી હોવા છતાં પોતાના જીવના જોખમે એક લાચાર માંના નવજાત શિશુને આ રીતે રેસ્કયુ કરી ઇન્સાનિયત અને ફરજ પરસ્તીનો બહુ મોટો સંદેશ આપ્યો હતો તેમ અંદ્રપુરમાંં શિક્ષક અબ્દુલભાઇ એમ. શેરસીયાએ જણાવ્યું છ.ે(૬.૨૧)

 

(4:12 pm IST)