સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

ભાવનગર : નટરાજ કોલેજમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

 ભાવનગર : પી.એન.આર. સોસાયટીના નટરાજ કોલેજ કેમ્પસ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે ધ્વજવંદન કાર્યક્રમ દિવ્યાંગ તથા ઇનકલ્યુઝીવ બાળકો વિશિષ્ટ શિક્ષકો, કર્મચારીઓ, ટ્રસ્ટીગણ અને માનવંતા મહેમાનોની ઉપસ્થિતિમાં ઉજવાઇ ગયો. શ્રીમતી જીજ્ઞાબેન સોલંકી, આચાર્યા નટરાજ સી.પી.સ્કુલના શાબ્દિક સ્વાગત પશ્ચાત સમારંભના મુખ્ય અતિથિ અને જનરલ સેક્રેટરી પારસભાઇ શાહના હસ્તે ધ્વજવંદન કરાયુ. આ પ્રસંગે તેઓશ્રીએ નૂતન ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે હાકલ કરેલ અને બધાએ પ્રણ લીધેલ કે દર અઠવાડીયે એક વાર પોતાના કાર્યસ્થળની સુંદરતા વધારીશુ. દિવ્યાંગોને ઉપયોગી વ્હીલચેરનું વિતરણ કેતનભાઇ જે.દોશી, એસબીઆઇ ભાવનગર તથા સંસ્થાના શિક્ષકો દ્વારા કરવામાં આવેલ. સાંસ્કૃતિક ઝલક રજૂ કરતુ ધમાકેદાર ગ્રુપ ડાન્સ, ગ્રુપ સોંગ, સંમેલીત વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરાયેલ. જેને હાજર સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ. હિતેનભાઇ પંડયા, આચાર્ય હાઇટેક સ્કુલ દ્વારા આભારવિધિ અને સંચાલન વિશિષ્ટ શિક્ષક ખેવનાબેન ઓઝા દ્વારા કરાયેલ તે પ્રસંગની વિવિધ તસ્વીરો. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(3:04 pm IST)