સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ :મુરતનો સોદો 1952 રૂપિયાના ભાવે થયો

અમરેલી જિલ્લામાં ૧૦ થી ૧૫ દિવસમાં નવા કપાસની વધુ આવક જોવા મળશે.

અમરેલી માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસની આવક થઈ.અમરેલી માર્કેટીંગ યાર્ડમાં બે ગાંસડી કપાસની હરાજી થતા મુરતનો સોદો 1952 રૂપિયામાં થયો હતો. આ વર્ષે સારા વરસાદને લીધે કપાસમાં સારી આવક જોવા મળે તેવું વેપારીઓ અને ખેડૂતો માની રહ્યા છે અને અમરેલી જિલ્લામાં ૧૦ થી ૧૫ દિવસમાં નવા કપાસની વધુ આવક જોવા મળશે.

નવા કપાસની આવક બજારમાં જોવા મળતા વેપારીઓ અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.વળી ગત વર્ષ કરતા આ વર્ષે સાતસો રૂપિયા જેટલા ભાવ વધારાથી પણ ખેડૂતોમાં આનંદ છવાયેલો છે.

(1:41 pm IST)